શિક્ષા

ખાવડા 4સી પાવર ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા સુરતમાં ડિજિટલ અને આકર્ષક ‘સ્માર્ટ સ્કૂલ’નું લોકાર્પણ

ખાવડા 4સી પાવર ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા સુરતમાં ડિજિટલ અને આકર્ષક ‘સ્માર્ટ સ્કૂલ’નું લોકાર્પણ
મહુવા, સુરત: સમુદાય વિકાસ અને ગ્રામ્ય શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા ને વધુ મજબૂત બનાવતા ખાવડા 4 સી પાવર ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા સુરત જિલ્લાના મહુવા તાલુકાના સણવલ્લા ગામ ખાતે આવેલી નાયકી ફળિયા પ્રાથમિક શાળાના નવીનીકરણ બાદ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સુરક્ષિત, સ્વચ્છ અને પ્રેરણાદાયક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનો છે, જે તેમને નિયમિત રીતે શાળાએ આવવા પ્રોત્સાહિત કરે, હાજરીમાં વધારો કરે અને શાળા છોડવાના દરમાં ઘટાડો કરવામાં મદદરૂપ બને.
આ પ્રસંગે ખાવડા 4 સી પાવર ટ્રાન્સમિશન લિમિટેડના સુરત પ્રોજેક્ટ હેડ શ્રી કુમાર ગૌરવ સિંહે જણાવ્યું હતું કે, “ખાવડા 4 સી પાવર ટ્રાન્સમિશન લિમિટેડ માં અમે માનીએ છીએ કે અર્થપૂર્ણ વિકાસની શરૂઆત સમુદાયોને સશક્ત બનાવવાથી અને બાળકોના ભવિષ્ય માં રોકાણ કરવાથી થાય છે. સુરક્ષિત, સ્વચ્છ અને પ્રેરણાદાયક શાળાકીય વાતાવરણ બાળકના શૈક્ષણિક જીવન પર લાંબા ગાળાની સકારાત્મક અસર પાડી શકે છે. નાયકી ફળિયા પ્રાથમિક શાળાના નવીનીકરણ દ્વારા અમે એવો માહોલ ઊભો કરવાની આશા રાખીએ છીએ જ્યાં વિદ્યાર્થીઓ નિયમિત રીતે શાળાએ આવવા, પોતાનું શિક્ષણ આગળ વધારવા અને મોટા સપનાઓ જોવા માટે પ્રેરિત થાય. અમારા પ્રોજેક્ટ વિસ્તારોમાં અને તેની આસપાસ રહેતા લોકોના જીવનમાં ટકાઉ અને સકારાત્મક પરિવર્તન લાવતી સમુદાય કલ્યાણ પહેલોને સમર્થન આપવાની અમારી પ્રતિબદ્ધતા અડગ છે.”
નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત કંપની દ્વારા શાળાના માળખાકીય વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શાળાના મકાનનું વોટરપ્રૂફિંગ, રૂફટોપ શેડ અને ગ્રાઉન્ડ શેડનું નિર્માણ તેમજ બાળકો માટે અભ્યાસને વધુ રસપ્રદ અને આનંદદાયક બનાવે તેવી આકર્ષક ઇન્ટરેક્ટિવ વોલ પેઇન્ટિંગ્સનો સમાવેશ થાય છે.
લોકાર્પણ સમારોહ માં ગામના સરપંચ, સ્થાનિક ગ્રામજનો, શાળાના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ તેમજ ખાવડા 4 સી પાવર ટ્રાન્સમિશન લિમિટેડ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ એ શાળાના આ પરિવર્તનને આવકારીને તેને વધુ સુવિધા સભર અને બાળક મૈત્રી શૈક્ષણિક કેન્દ્ર તરીકે બિરદાવ્યું હતું.
ગ્રામ્ય વિસ્તારોમાં અનેક બાળકો માટે સારી રીતે જાળવવામાં આવેલ શાળા માત્ર શિક્ષણ નું કેન્દ્ર નથી, પરંતુ તે નવી તકો, આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનો માર્ગ પણ છે. આ પહેલ દ્વારા ખાવડા 4 સી પાવર ટ્રાન્સમિશન લિમિટેડે શાળાની મૂળભૂત માળખાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવાની સાથે વિદ્યાર્થીઓ માટે ગૌરવ અને ઉત્સાહ સાથે ભણવા યોગ્ય વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે.
આ પહેલ કંપનીના તે વ્યાપક વિઝનને પ્રતિબિંબિત કરે છે જેમાં માળખાકીય વિકાસની સાથે સામાજિક વિકાસને પણ સમાન મહત્વ આપવામાં આવે છે. શિક્ષણને પ્રોત્સાહન આપવા અને સમુદાય માટેની આવશ્યક સુવિધાઓ માં સુધારો લાવવા દ્વારા ખાવડા 4સી પાવર ટ્રાન્સમિશન લિમિટેડ પોતાના કાર્યક્ષેત્રમાં સર્વસમાવેશક અને ટકાઉ વિકાસ ને આગળ વધારવામાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button