સુ.મ.પા.નાં ખેલકુદ કૌશલ્ય કાર્યક્રમ અંતર્ગત વોલીબોલની સ્પર્ધાઓ યોજાઈ

મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રમતગમતનું સ્તર સુધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતનાં સહયોગથી શરૂ કરવામાં આવેલ સુમન ખેલકુદ કૌશલ્ય સંવર્ધન કાર્યક્રમ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતનાં કોચીસ દ્વારા મ્યુનિસિપલ શાળાઓમાં તાજેતરમાં વોલીબોલની રમતની સઘન તાલીમ આપવામાં આવેલ અને આ વિદ્યાર્થીઓને પોતાનું કૌશલ્ય દાખવવાની તક મળે તે માટે મ્યુનિસિપલ સ્કુલોનાં વિદ્યાર્થીઓ અને ખાનગી શાળાનાં વિદ્યાર્થીઓને એકત્રિત કરી, તા.૨૪/૦૩/૨૦૨૩નાં રોજ ઈનડોર સ્ટેડિયમ ખાતે વોલીબોલની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો મળીને કુલ ૩૪૨ ખેલાડીઓ દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવેલ હતો અને નોક-આઉટ ધોરણે મેચીસ રમાડવામાં આવી હતી. ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ દ્વારા ખેલદિલીપૂર્વક હરીફ ખેલાડીઓને બિરદાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને આગળ વધારતા, આગામી દિવસોમાં મ્યુનિસિપલ સ્કૂલોના વિદ્યાર્થીઓને અન્ય રમતોની પણ તાલીમ આપી, વિવિધ સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં આવશે