એક સમયે લતાનું સિંહાસન હલાવનાર સુમધુર સુરીલી ગાયિકા સુમન કલ્યાણપુર
સુમન કલ્યાણપુરનો જન્મ 28મી જાન્યુઆરી 1937 ના દિવસે આજના બાંગ્લાદેશના ઢાકામાં થયો હતો
સુમન પાસે શાસ્ત્રીય સગીતનું પૂરું નોલેજ સારો મધુર અવાજ અને ક્ષમતા હોવા છતાં સુમનને પૂરતું કામ મળ્યું નહીં.પણ હિંમત હાર્યા વગર સુમને લતાના એકીચક્રી શાસન વખતે પોતાની કલા અને અવાજના દમ પર પોતાનું નામ ચમકતું કર્યું હતું
લતાને મળતો આવતો અવાજ હોવાથી ઘણા ગીતોમાં આપણને એમ થાય કે આ ગીત લતાએ ગાયું છે આ લતા સાથે સરખામણી સુમન માટે બહુ ખોટનો સોદો રહ્યો.
સુમને સંગીતકાર રવી રોશન લક્ષ્મીકાંત પ્યારેલાલ
કલ્યાણજી આણંદજી હેમંતકુમાર નૌશાદ શંકર જયકીશન ખ્યામ એસ.ડી બર્મન સાથે કામ કર્યું છે
સુમને 1960 ના દાયકામાં મોહમદ રફી સાથે 140 યુગલગીતો ગાયા હતાં.
સુમને હિંદી ઉપરાંત ગુજરાતી મરાઠી બંગાળી ભાષાઓમાં ગીતી ગાયા છે સુમનના મરાઠી ગીતો ઉપરાંત 50 કરતા વધારે ભક્તિગીતો ખુબ જ લોકપ્રિય નીવડ્યા હતા
સુમને મોહમદ રફી ઉપરાંત મન્ના ડે તલત મહેમુદ મુકેશ અને હેમંતકુમાર સાથે ગીતો ગાયા છે
સુમનના રફી સાથેના હિટ ગીતોમાં બ્રહ્મચારીનું ” આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પે’ શશિકપુર અને નંદાની જબ જબ ફુલ ખીલેનું ” ના ના કરતે તુમ હી સે પ્યાર કર બેઠે “પર્વતો કે પેડો પર શમ્મીકપુરની જંગલીનું ” તુમને પુકારા ઓર હમ ચલે આયે’ અને દિલને ફિર યાદ કિયા” નું ટાઇટલ ગીત સામેલ છે
સુમનના બીજા કેટલાક યાદગાર ગીતોમાં રાજેન્દ્રકુમારની સાથી ફિલ્મનું ” મેરા પ્યાર ભી તું હે ” મનમોહન દેસાઈની નસીબ ફિલ્મનું “જિંદગી ઇમતેહાન લેતી હે” પણ છે
1968 ની રેશમ કી દોરી ફિલ્મનું ” બહેનાને ભાઈ કી ક્લાઈઓ પે પ્યાર બાંધા હે ‘” આજે પણ દર રક્ષાબંધને રેડીઓ ટી વી પર ગુંજે છે
સુમને સંગીતકાર ઓ.પી .નેયરના સંગીતમાં રફી અને ગીતા દતની ફિલ્મ આરપારના લોકપ્રિય ગીત “-મોહબત કર લો અજી કિસને રોકા હે” ગીતમાં કેટલીક કડીઓ ગાવા મળી હતી આ ગીતમાં કોરસ ગાયક તરીકે સુમન પાસેથી વધુ સેવાઓ લેવામાં આવી હતી આ ઓ.પી .સાથે સુમનનું એક માત્ર ગીત છે
સુમને શો પ્રથમ 1954 ની મંગુ માટે ગીત ગાયું હતું 1960 ની મિયા બીબી રાજી 1962ની બાત એક રાત કી 1967 ની નૂરજહાં 1968 ની સાથી અને પાકિઝા માટે સુમને ગીતો ગાયા છે 1969 માં સુમને ન્યુયોર્કમાં એક જાહેર કાર્યક્રમ કર્યો હતો
સુમન ગાયિકા ઉપરાંત એક સારા ચિત્રકાર પણ છે
સુમનના લોકપ્રિય ગીતોની ટકાવારી 70 ટકા જેટલી ઉંચી છે
સુમનને યોગ્ય તક અને પૂરતા ગીતો મળ્યા હોત તો કદાચ સુમનનું નામ ટોચની ગાયિકાઓમાં હજુ આગળ હોત.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત.
93769 81427