ઉધના મગદલ્લા રોડ પર ઇલેક્ટ્રિક શોપમાં જીવંત વીજવાયર બાંધેલી હાલતમાં યુવાન મૃત મળ્યો, પત્નીએ વીજવાયર ટચ કરતા જ કરંટ લાગ્યો
ઉધના મગદલ્લા રોડ પર ઇલેક્ટ્રિક શોપમાં જીવંત વીજવાયર બાંધેલી હાલતમાં યુવાન મૃત મળ્યો, પત્નીએ વીજવાયર ટચ કરતા જ કરંટ લાગ્યો
સુરતમાં ઉધના મગદલ્લા ખાતે કોમલ સર્કલ પાસે ઇલેક્ટ્રિકની દુકાનમાં યુવાનના બંને હાથ વાયર સાથે બાંધેલી હાલત મૃત હાલતમાં મળી આવ્યો હતો. જોકે, તેની પત્ની તેના બાંધેલા વાયર ખોલવા જતા કરંટનો ઝટકો લાગ્યો હતો. પોલીસને યુવકે આપઘાત કર્યો હોવાની આશંકા છે
પત્નીએ એક કોલ કર્યા છતાં રિસીવ નહી થતા તે દુકાને દોડી ગઇ હતી. જ્યાં પતિ દયાનંદ બંને હાથ વાયરથી બાંધેલી હાલતમાં બેભાન મળતા ચોંકી ગઇ હતી. તે વાયર ખોલવા જતાં તેને કરંટનો ઝટકો લાગતા ચીસાચીસ કરી હતી. ત્યારબાદ આજુબાજુના લોકો દોડી ગયા હતા. પરિવારના સભ્યાએ પણ દયાનંદના મોત અંગે શંકા વ્યક્ત કરી છે
પ્રાથમિક તપાસમાં તેણે વાયર બાંધી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યુ છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ચોક્કસ કારણ જાણવા મળશે. તે મુળ મહારાષ્ટ્રના વતની હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પિતાના મોતને લઈને બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે