સુરતમાંથી નકલી ભારતીય આધાર પુરાવા સાથે ઈસમને SOG પોલીસે ઝડપી પાડ્યો, કુલ 40 હજારની મત્તા કબજે કરી
સુરતમાંથી નકલી ભારતીય આધાર પુરાવા સાથે ઈસમને SOG પોલીસે ઝડપી પાડ્યો, કુલ 40 હજારની મત્તા કબજે કરી
સુરતમાંથી બાંગ્લાદેશી ઈસમને SOG પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી બોગસ ડોક્યુમેન્ટના આધારે બનાવેલા ભારતીય આધારકાર્ડ, પાનકાર્ડ અને ચુંટણીકાર્ડ કબ્જે કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
સુરતમાં SOG પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, એક બાંગ્લાદેશી ઇસમ સુરતમાં રહે છે અને તેણે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા પોતાના નામના આધાર પુરાવા બનાવ્યા છે. બાતમીના આધારે SOG પોલીસની ટીમે આરોપી મો. સોહાગબાબુ મો. ઇસરાઈલ મુલ્લા [ઉ.36] ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ત્રણ અલગ-અલગ નામવાળા ભારતીય આધારકાર્ડ, એક પાનકાર્ડ તથા એક ચુંટણીકાર્ડ અને બે મોબાઈલ ફોન મળી કુલ 40 હજારની મત્તા કબજે કરી હતી