સુરતમાં પથ્થરના ઘા ઝીંકી લૂમ્સના કારીગરને મોતને ઘાટ ઉતારી આરોપી ફરાર, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
સુરતમાં પથ્થરના ઘા ઝીંકી લૂમ્સના કારીગરને મોતને ઘાટ ઉતારી આરોપી ફરાર, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ઓરિસ્સા વાસી યુવકની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં મૃતકની સાથે રૂમમાં રહેતા તેની સાથી મિત્રએ જ પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ ઘરની બહારથી વહેલી સવારે મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે
પ્રાથમિક તપાસમાં અંગત અદાવતના ઝઘડમાં કારીગરની હત્યા થઈ હોવાનું માનવામાં આવે છે. પૂનો પોલાઈના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. પોલીસે બનાવ અંગે મરનાર યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી અને હત્યારા રૂમ પાર્ટનર વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.