ગુજરાત

ઉમરપાડા ચોખવાડા ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સામૂહિક સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કરાયું

ઉમરપાડા ચોખવાડા ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સામૂહિક સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કરાયું

ઉમરપાડા તાલુકામાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૬” અભિયાન અંતર્ગત આજરોજ “એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છ” કાર્યક્રમ હેઠળ ઉમરપાડા તાલુકાની ચોખવાડા ગ્રામ પંચાયત ખાતે સામૂહિક સફાઈ અભિયાન તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે જિલ્લા પંચાયત સભ્ય શ્રી સુધીરભાઈ નાકુમ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સપનાબેન વસાવા, ચોખવાડા ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભાજપ સંગઠન મંત્રીશ્રી તથા સંગઠનના સભ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવિકાબેન ભગત, મામલતદાર કચેરીના કર્મચારીશ્રીઓ, તલાટીશ્રી, તાલુકા પંચાયતના અધિકારી-કર્મચારીશ્રીઓ, અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનોએ સક્રિય ભાગ લઈ સઘન સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા હતા. સફાઈ અભિયાન દરમિયાન ગ્રામ પંચાયત વિસ્તારના વિવિધ સ્થળોએ સામૂહિક શ્રમદાન કરી કચરો તથા ગંદકી દૂર કરવામાં આવી હતી. સાથે જ પર્યાવરણનું જતન અને ગામમાં હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સ્વચ્છતા જાળવવા, જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા તેમજ વૃક્ષોનું વાવેતર કરી તેમના જતન માટે સંકલ્પબદ્ધ બનવાનો સંદેશ આપ્યો હતો. “સ્વચ્છતા એ સૌની સહિયારી જવાબદારી છે”ના સંદેશ સાથે ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યે સતત જાગૃત રહેવા અપીલ કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button