ઉમરપાડાની સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

ઉમરપાડાની સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને ઉમરપાડાની સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં ‘સપ્તધારા’ અંતર્ગત ‘રંગ, કલા અને કૌશલ્ય ધારા’ થીમ પર રંગોળી, મહેંદી અને કેશગૂંફન સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધાઓમાં B.A., B.Com. તથા B.Sc. જેવી તમામ શાખાના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની કળા અને કૌશલ્યને ખૂબ જ ચીવટ, ખંત અને સુંદરતાથી રજૂ કરી શ્રોતાઓ તથા નિર્ણાયકોના દિલ જીતી લીધા હતા.
કૉ-ઓર્ડીનેટર ડૉ. જશુબેન એમ. પરમારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાની સુષુપ્ત શક્તિઓને ખીલવવા પ્રોત્સાહિત કર્યા હતા.
આચાર્ય પ્રા. સુરેશભાઈ જી. બાગુલના માર્ગદર્શનમાં આયોજિત સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે અધ્યાપકો પ્રા. ડૉ. પ્રતીક ટેલર, અમરસિંહ વસાવા, સુરેશ વસાવા, પ્રિયંકાબેન નાયક, રસિકાબેન, ભાવનાબેન, દક્ષાબેન, પ્રા. શ્વેતાબેન, સુરેશ ગામીત અને પ્રા. રંગજી ગામીતે યોગદાન આપ્યું હતું.



