સ્પોર્ટ્સ
એસપીબી કોલેજની વિદ્યાર્થીનીએ વેઇટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો

- એસપીબી કોલેજની વિદ્યાર્થીનીએ વેઇટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો

- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા આયોજિત આંતર કોલેજ વેઇટ લિફ્ટિંગ (મહિલા) ટુર્નામેન્ટ તા. 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પ્રોફેસર વી. બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, છાપરાભાઠા, અમરોલી ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લિશ મિડિયમ કોલેજ ઑફ કોમર્સ, સુરતની એસ.વાય. બી.કોમ.ની વિદ્યાર્થીની અરિયાના બી. પરાબિયાએ 57 કિ.ગ્રા. વજન વર્ગમાં ગોલ્ડ મેડલ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું હતું.વિદ્યાર્થીનીની આ સિદ્ધિ બદલ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. આશિષ પંડ્યા તથા સ્પોર્ટ્સ ફેકલ્ટી ડૉ. ધનંજય યાદવ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવીને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.




