આરોગ્ય

ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઊજવણી કરાઇ

ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઊજવણી કરાઇ
ડાંગ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આહવા સિવિલ હોસ્પિટલમાં દિકરી વધામણા કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું
બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને ૧૦ વર્ષ ઉજવણીના ભાગરૂપે “રાષ્ટ્રીય બાલિકા દિવસ” અંતર્ગત દિકરી વધામણા કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન
મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી આહવા ડાંગ દ્વારા જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ જનરલ સિવિલ હોસ્પિટલ આહવામાં બેટી બચાવો બેટી પઢાવો યોજના અભિયાનને ૨૨ જાન્યુઆઆરી ૨૦૨૫ના રોજ ૧૦ વર્ષ પુર્ણ થનાર હોય ભારત સરકારશ્રી દ્વ્રારા તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ થી ૮ માર્ચ ૨૦૨૫ સુધી જુદી જુદી પ્રવૃતિઓ/કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે કાર્યક્રમ અનવ્યે તારીખ ૨૪/૦૧/૨૦૨૫ના રોજ જિલ્લા કલેક્ટરશ્રી તેમજ મહિલા અને બાળ અધિકારી શ્રી મનિષા એ. મુલતાનીના માર્ગદર્શન હેઠળ “રાષ્ટ્રીય બાલિકા દિવસ” અંતર્ગત દિકરી વધામણા કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષે ૨૪ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઊજવણી કરવામાં આવે છે. ભારત સરકારે વર્ષ ૨૦૦૮ માં આ દિવસની ઊજવણી કરવાની શરૂઆત કરી હતી. દીકરીઓને તેમના અધિકારો વિશે જાગૃત કરવા અને અસામનતા દૂર કરવાના ઉદ્દેશ્યથી આ દિવસની ઊજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ અંતર્ગત રાજ્યમાં દીકરીઓના જન્મનું પ્રમાણ વધે, દીકરીના શિક્ષણમાં વધારો થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા “વ્હાલી દીકરી” યોજના અમલમાં મૂકી છે. આ યોજના થકી દીકરીઓને ૧ લાખ ૧૦ હજારની સહાય આપવામાં આવે છે.
આહવા ખાતે યોજાયેલ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વ્રારા “બેટી બચાવો બેટી પઢાઓ” યોજના અંતર્ગત દીકરીના જન્મદરમાં વધારો કરવા અને તેનું મહત્વ સમજાવવા દીકરી જન્મોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ આ કાર્યક્રમ અંતર્ગત દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા નવજાત જન્મેલ દીકરીઓને દિકરી વધામણા કીટ વિતરણ કરીને માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ. મનિષા મુલતાની, ઇન્ચાર્જ આર.એમ.ઓ ડૉ. જ્યોતીબેન, ડો. ભાવીક પટેલ, સીડીપીઓ આહવા સુ.શ્રી સોનલબેન, પીડીયાટ્રીક હેડ નર્સ શ્રીમતી રીટાબેન, ઉધ્યોગ સાહસીક શ્રીમતી ઉષાબેન, મહિલા અને બાળ અધિકારીના વિવિધ માળખાઓ જેમ કે, DHEW, સખી વન સ્ટોપ, વિવિધ મહિલાલક્ષી કેન્દ્રના કર્મચારીગણ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીગણ હાજર રહ્યા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button