શિનોર તાલુકાની 40 ગ્રામ પંચાયતોમાં ચાર મહિના દરમિયાન માત્ર 14.84% વસુલાત

શિનોર તાલુકાની 40 ગ્રામ પંચાયતોમાં ચાર મહિના દરમિયાન માત્ર 14.84% વસુલાત
સાધલી ગ્રામ પંચાયતમાં બે તલાટી અને બે કર્મચારી હોવા છતાં માત્ર 6.48% વસુલાત
હસમુખ પટેલ સાધલી
શિનોર તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટીઓની દર મહિને ભરાતી મિટિંગમાં દર મહિને 8:30 ટકા ના દરે વસૂલાત કરવાનો લક્ષ્યાંક આપેલ છે. પરંતુ મોટા ભાગની પંચાયતોમાં શેઠની શિખામણ ઝાંપા સુધી દેખાય છે. અને તાલુકાની માત્ર 14.84% વસુલાત થયેલ છે.
શિનોર તાલુકામાં પંચાયત વેરા ની વસુલાત માટે મન વગર ભારે ઝુંબેશ ચાલે છે, પરંતુ નક્કર પરિણામ મળતું નથી. શિનોર તાલુકાની 40 પંચાયતોમાંથી પાંચ પંચાયતો માં સૌથી વધુ વસુલાત થયેલ છે. જેમાં ટીંગલોદ 40.59 ટકા, વણીયાદ 40.26 ટકા મીઠોળ 34.01% અચીસરા 31.84% અને માલપુર 31.59%. દ્વારા સારી કામગીરી બજાવેલ છે.
જ્યારે તાલુકામાં સૌથી ઓછી વસુલાત કરનાર પાંચ પંચાયતોમાં આનંદી 6.13% ,સાધલી 6.48% , દામનગર 8.62% ,ટીંબરવા 9.81% અને ઉતરાજ 9.87 ટકા ,આ પાંચ પંચાયતોમાં ખૂબ જ નબળી કામગીરી કરવામાં આવેલ છે.
શિનોર તાલુકાની સાધલી ગ્રામ પંચાયત આર્થિક રીતે સધ્ધર ગણવામાં આવે છે અને સરકાર, સંસદ સભ્ય, ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, એટીવીટી, તથા અન્ય યોજનાઓ અંતર્ગત વિકાસ કામો માટે ગ્રાન્ટો આપવામાં આવે છે, જેના કારણે ગ્રામ પંચાયતમાં બે તલાટી કમ મંત્રી અને બે કર્મચારી હોવા છતાં વેરા વસૂલાત કરવામાં સદંતર નિષ્ક્રિય રહે છે. સાધલી ગ્રામ પંચાયત માં જુના બાકી વેરા રૂપિયા 50,09,278 છે અને ચાલુ બાકી 26,03,426 કુલ મળીને 76,12,704 કુલ વસુલાત બાકી છે. જેમાંથી ચાલુ વર્ષે અત્યાર સુધી માત્ર ₹4,93,398 રૂપિયાની વસુલાત કરવામાં આવેલ છે. જેમાં પાછલી બાકી રૂપિયા 3,05,740 અને ચાલુ ₹1,87,658 ની વસુલાત કરવામાં આવેલ છે.
સાધલી મુકામે સાધલી સ્ક્વેર શોપિંગ સેન્ટર ના નવા તથા જુના વેરા ખૂબ જ બાકી હતા, તદુપરાંત ગામમાં વગવાળાના ઘણા વેરાઓ બાકી હતા ,અને આજે પણ બાકી છે, છતાં નોટિસો ઇસ્યુ કરવાના બદલે અન્ય રીતે પાછલા બાકી છુપાવીને નવા વેરા ની વસુલાત કરવામાં આવેલ છે, જેથી ગ્રામ પંચાયતને પાછલા વેરાની વસુલાત ના લેવાના કારણે આર્થિક નુકસાન થશે અને વેરા કેવી રીતે ઓછા કરાયા, તે હાલ ચર્ચા નો વિષય બનેલ છે. પંચાયતના હિતમાં આની તપાસ જરૂરી છે, કારણ કે તાજેતરમાં જ 18 માસ પહેલા 11.64 લાખની ઉચાપત જે તે સમયના તલાટીએ કરી હતી અને તેનું પુનરાવર્તન આ વેરા ઓછા થવાથી પંચાયતને નુકસાન થશે ,તેની જવાબદારી કોની રહેશે, એ ચર્ચાનો વિષય છે.



