રાજનીતિ

શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ ના સંગઠનની યુવાનોને સામેલ કરવા મિટિંગ મળી

શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ ના સંગઠનની યુવાનોને સામેલ કરવા મિટિંગ મળી
લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા દેશભરમાં યુવાનોને પક્ષ પ્રત્યે આકર્ષિત કરવા અને તાજેતરમાં છાત્રોકી ગુંજ કાર્યક્રમને ખૂબ જ પ્રતિભાવ મળ્યો હોવાથી , દરેક રાજ્ય અને જિલ્લા – તાલુકામાં યુવાનોને પ્રતિનિધિત્વ આપવા જણાવેલ છે.
આ સંદર્ભે શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિની ટૂંકી મુદતમાં સંગઠનની મીટીંગ આજરોજ તારીખ 27 સપ્ટેમ્બર 2026 ને 11 કલાકે રાજગોર કેટરિંગ કેમ્પસ ટીંબરવા મુકામે મળી હતી. જેમાં તાલુકાના દરેક વર્ગના લોકો, યુવાનો હાજર રહ્યા હતા, તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડેલા ઉમેદવારો પણ પોતાના ટેકેદારો સાથે આવ્યા હતા.
મીટીંગ ની શરૂઆતમાં અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ, ભગવાન બીરસા મુંડા અને બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. આજીવન પીઢ કોંગ્રેસી મહેન્દ્રભાઈ પટેલ, રાજુભાઈ સરપંચ સાધલી જિલ્લા પંચાયત ઉમેદવાર પતિ ધ્રુપદ પટેલ, માજી સરપંચ ભીખાભાઈ વસાવા, માજી ન્યાય સમિતિ ચેરમેન કાલુભાઈ વસાવા, મારી સરપંચ બાબુદ્દિન સૈયદ, મનુભાઈ રોહિત, શિનોર તાલુકા વસાવા સમાજ પ્રમુખ લલિત ચંદ્ર ઉર્ફે ટીનાભાઇ વસાવા સહિત અનેક સક્રિય કાર્યકરો હાજર રહ્યા હતા. અને શિનોર તાલુકા કોંગ્રેસ સંગઠનને યુવાનોનો સમાવેશ કરીને એક્ટિવ કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. અને હાલમાં પારાવાર મોંઘવારી, દરેક કચેરીમાં વધી ગયેલ ભ્રષ્ટાચાર, બેરોજગારી, બાબતે જનતાને જાગૃત કરવા નક્કી કરવામાં આવ્યુ હતુ. માત્ર 24 કલાક અગાઉ જાહેરાત કરી હોવા છતાં તાલુકામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉમટી પડ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button