ધરમ એક્સપોર્ટમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે ભવ્ય રક્તદાન કેમ્પ, 577 યુનિટ રક્ત એકત્રિત

ધરમ એક્સપોર્ટમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે ભવ્ય રક્તદાન કેમ્પ, 577 યુનિટ રક્ત એકત્રિત
કંપનીના મેનેજમેન્ટ તથા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી સમાજ પ્રત્યેની પોતાની ફરજ નિભાવી
સુરત:ધરમ એક્સપોર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજમેન્ટ અને કર્મચારીઓ દ્વારા 80 મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પ્રજાસત્તાક દિવસની સાથે ભવ્ય રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો આ ઉજવણીના પાવન અવસરને માનવસેવા સાથે જોડતા ડાયમંડ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કાર્યરત ધરમ એક્સપોર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજમેન્ટ અને સહકર્મચારીઓ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કંપનીના મેનેજમેન્ટ તથા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. આ રક્તદાન કેમ્પમાં અંદાજિત 577 જેટલા રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે.
આ પ્રસંગે કંપનીના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, “રક્તદાન એ મહાદાન છે. જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે માટે સમાજના દરેક વર્ગે રક્તદાનની સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ. પ્રજાસત્તાક દિવસની ઉજવણીને માનવસેવા સાથે જોડવાનો અમારો આ પ્રયાસ છે.”તેમ તેમણે જણાવ્યું હતું
આ ભવ્ય રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે ધરમ એક્સપોર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજમેન્ટ, તમામ કર્મચારીઓ, રક્તદાતાઓ તથા કેમ્પ સાથે જોડાયેલા તમામ સેવાભાવી કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
લગભગ 577 યુનિટ રક્તનું એકત્રિકરણ એ કંપનીના મેનેજમેન્ટ અને કર્મચારીઓની સેવાભાવના, સામાજિક જવાબદારી અને માનવતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.



