18 એપ્રિલ, “વિશ્વ ધરોહર દિવસ”

18 એપ્રિલ, “વિશ્વ ધરોહર દિવસ”
દર વર્ષે ૧૮ એપ્રિલનાં દિવસને યુનેસ્કો દ્વારા “વિશ્વ ધરોહર દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ખુબ જ સુંદર, પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવતી ઇમારતોનું રક્ષણ કરવા તેમજ લોકોમાં તેના પ્રતિ જાગૃતિ લાવવાનાં હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જુલાઈ-૨૦૧૯નાં એક અંદાજ મુજબ પુરા વિશ્વમાં ૧૧૨૧ ઐતિહાસિક ધરોહરો છે જે કુલ ૧૬૭ દેશોમાં ફેલાયેલ છે. વિશ્વમાં ૫ દેશો એવા છે કે જ્યાં ઐતિહાસિક ધરોહરોની સંખ્યા ૪૦ થી વધુ છે. જેમાં ચાઈનામાં ૫૫, ઇટલીમાં ૫૫,સ્પેન ૪૮,જર્મની ૪૬,ફ્રાન્સ ૪૫ ની સંખ્યા છે. ભારતમાં આ સંખ્યા ૩૮ છે. ઐતિહાસિક વારસાનાં મુખ્યત્વે ત્રણ પ્રકારો છે : હિસ્ટોરિકલ, ડિસ્ટ્રોઈડ અને મોર્ડન. દુનિયામાં સૌથી મોટા ઐતિહાસિક વારસાની વાત કરવામાં આવે તો એ કીરીબાતી દેશમાં આવેલ “ફોનિક્સ આઈસલેન્ડ” છે જે ૪ લાખ ચો.કિમીમાં ફેલાયેલો છે અને સૌથી નાનું ગણાતું ઐતિહાસિક સ્થળ ચેક રિપબ્લિક દેશની અંદર આવેલું “હોલી ટ્રીનીટી કોલમન” છે જે માત્ર ૨૦૦ ચો.કિમીનાં વિસ્તારમાં ફેલાયેલું છે. અત્યાર સુધી કુલ ૫૩ સ્થળો એવા છે કે જે “હેરીટેજ ઇન ડેનજર” તરીકે જાહેર થયા છે જેમાંથી ૧૭ કુદરતી સ્થળો છે અને ૩૬ સંસ્કૃતિક સ્થળો છે. કાઝીરંગા નેશનલ પાર્ક, લાલ કિલ્લો, ખજુરાહોની અને એલીફંટાની ગુફાઓ, કોર્ણાક સૂર્યમંદિર, આગ્રાનો કિલ્લો વગેરે ભારતના પ્રચલિત ઐતિહાસિક સ્થળો છે.
– મિત્તલ ખેતાણી