ક્રાઇમ

અરબી સમુદ્ર મધ્યેથી 11000 કરોડનું 2500 કિલો ડ્રગ્સ ઝડપાયું

ફરી એકવાર ગુજરાતમાં માદક પદાર્થ ઘુસાડવાનુ માફીયાઓનુ ષડયંત્ર નિષ્ફળ

અરબી સમુદ્ર મધ્યેથી 11000 કરોડનું 2500 કિલો ડ્રગ્સ ઝડપાયું
ભારતીય નૌસેનાના ગુપ્તચર વિભાગ અને નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોનુ મધદરિયે સફળ ઓપરેશન

ઈરાનથી બોટમાં ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયાકિનારા તરફ લાવવામાં આવી રહ્યો હતો

ગઈકાલે રાજકોટ નજીક ડ્રગ્સનો જથ્થો ઝડપાયાનુ ખુલ્યુ’તુ: સતત બીજા દિવસે નશાના કારોબારીઓ ઉપર તવાઈ

બોટ ઉપરાંત તેમાં સવાર કેટલાક લોકોની પણ અટકાયત કરાયાની માહિતી: હજુ કોઈ સતાવાર વિગત નહીં

હજુ ગત રોજ રાજકોટ નજીક 214 કરોડનુ ડ્રગ્સ પકડાયુ ત્યાં સતત બીજા દિવસે નશાના કારોબારીઓ પર તવાઈ બોલી છે. ભારતીય જળ સીમામાંથી અરબી સમુદ્રના મધ્યેથી રૂા.11000 કરોડની કિંમતનુ 2500 કિલો ડ્રગ્સ ઝડપાયુ છે. ભારતીય નૌસેનાની ગુપ્તચર બટાલીયન અને નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોની ટીમે આ ઓપરેશન હાથ ધર્યું હતુ.

આ મોટી કાર્યવાહી અંગે સુત્રોમાંથી મળતી વિગત મુજબ ભારતીય નૌસેનાના ગુપ્તચર વિભાગને પોતાના અંગત બાતમીદારો તરફથી બાતમી મળી હતી કે ઈરાનમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો એક બોટમાં ભરી માફીયાઓ ભારત તરફ લાવી રહ્યા છે. આ જથ્થો ગુજરાતના દરિયાકિનારા તરફ લાવવામાં આવી રહ્યો છે.

બાતમી મળતા જ ભારતીય નૌસેનાની ગુપ્તચર વિભાગની ટીમ એકટીવ થઈ ગઈ હતી અને કેન્દ્રીય નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોની ટીમને સાથે રાખી સંયુકત રીતે અરબી સમુદ્ર અને ગુજરાતના દરિયાકિનારા પર વોચ ગોઠવી હતી. દરમિયાન અરબી સમુદ્રમાં મધદરિયે બાતમીવાળી બોટને ઝડપી લેવાઈ હતી. આ બોટમાં સવાર લોકોની અટકાયત કરી લેવાઈ હતી.

ભારતીય નૌસેના અને નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ બોટના ખૂણે-ખૂણાની ઝડતી લીધી હતી, જેમા બોટના અંદરના ભાગેથી ડ્રગ્સના ભરેલા મોટા બાચકા મળી આવેલા, આ મોટો જથ્થો અંદાજે 2500 કિલો હોવાનુ અને ડ્રગ્સ હેરોઈન હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. જો કે આ પ્રાથમિક પરિક્ષણ બાદ ડ્રગ્સનુ લેબોરેટરી પરીક્ષણ થશે. હાલ આ ડ્રગ્સની ઈન્ટરનેશનલ બજારમાં 11000 કરોડ રૂપિયા જેટલી કિંમત થતી હોવાનુ જાણવા મળે છે.

બોટમાં સવાર કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જથ્થો ઈરાનથી આવ્યો હોવાનો ખુલાસો થયો છે. પણ, ભારતમાં કે ગુજરાતમાં ડ્રગ્સ કયાં ઉતારવાનુ હતુ?તે મામલે તપાસ ચાલુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button