એમેઝોન દ્વારા એમેઝવિટની 3જી આવૃત્તિનું આયોજન

આ કોન્ફરન્સમાં મહિલાઓને ટેકનોલોજીમાં સશક્ત બનાવવા માટે ટેક્નિકલ આગેવાનો અને વિચારકો પાસેથી ઈનસાઈટ્સ થકી તેમની કારકિર્દીના પંથની માલિકી પ્રેરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું
4 ઓગસ્ટ, 2023: એમેઝોન દ્વારા મહિલાઓને ટેકનોલોજી અવકાશમાં અર્થપૂર્ણ કારકિર્દીની તકો આપવા અને તેમની કુશળત વધારવા માટે એમેઝોનની કટિબદ્ધતાની રેખામાં બેન્ગલુરુમાં આજે એમેઝોન વુમન ઈન ટેકનોલોજી કોન્ફરન્સ એમેઝવિટની 3જી આવૃત્તિનું આયોજન કરાયું હતું. આ દિવસભર ચાલેલી હાઈબ્રિડ કોન્ફરન્સમાં મહિલાઓને ઈનોવેટિવ ટેકનોલોજીઓ વિશે શીખવા અને ખાસ તૈયાર કરાયેલા સત્રો થકી વ્યાવસાયિક વિકાસ સાધવા, ઉત્તમ વ્યવહારોનું આદાનપ્રદાન કરવા, તકો મેન્ટર કરવા અને તેમના નેટવર્કને વિસ્તારવા માટે સશક્ત બનાવવા અને તક પૂરી પાડવામાં આવી હતી.
એમેઝોન ઈન્ડિયા અને ઈમર્જિંગ માર્કેટ્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અમિત અગરવાલે જણાવ્યું હતું કે, ‘ભારત ડિજિટલ પરિવર્તનના મહત્ત્વના તબક્કામાં છે, જે આપણા સમાજમાં ઈન્ક્લુઝન અને ઈક્વિટી પ્રેરિત કરવા પર મજબૂત પ્રભાવ પાડશે અને મહિલાઓ તેને આકાર આપવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મેં એમેઝવિટ સાથે મારા સહયોગના ભાગરૂપે ઉદ્યોગમાં ઘણી બધી મહિલા ટેકનોલોજી આગેવાનો પાસેથી ઘણી બધી વાર્તાઓ સાંભળીને પ્રેરિત થયો છું. એમેઝવિટ પરિવર્તન આકાર લઈ રહ્યું છે ત્યારે આઈડિયેશન, જ્ઞાન આદાનપ્રદાન અને પ્રેરિત થવા માટે સૂત્રધાર બની શકે છે તે માટે એમેઝવિટ જેવાં મંચથી ભારે રોમાંચિત છું.’’
એમેઝવિટ કોન્ફરન્સ વિશે બોલતાં એમેઝોન સ્ટોર્સ- ભારત, જાપાન અને ઈમર્જિંગ માર્કેટ્સના પીપલ એક્સપીરિયન્સ અને ટેકનોલોજીના વીપી દીપ્તિ વર્માએ જણાવ્યું હતુ કે, ” એમેઝોનમાં અમે વધુ વૈવિધ્યપૂર્ણ અને સમાવેશક કાર્યસ્થળ નિર્માણ કરવાનું મહત્ત્વ ઓળખ્યું છે અને માનીએ છીએ કે એમેઝવિટ જેવી ઈવેન્ટ આ લક્ષ્ય હાંસલ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મહિલાઓ વૈવિધ્યપૂર્ણ પરિપ્રેક્ષ્ય, ક્રિયાત્મકતા અને મહત્ત્વપૂર્ણ વિચારશક્તિ લાવે છે, જે પ્રોડક્ટો અને ટેકનોલોજીઓમાં નવીનતા લાવવા માટે મહત્ત્વપૂર્ણ છે. એમેઝવિટ થકી અમે ટેક સમુદાયમાં મહિલાઓને સશક્ત બનાવવાનું અને પ્રોત્સાહન આપવામાં માનીએ છીએ અને શીખવા, વૃદ્ધિ કરવા અને ફરક લાવવા માટે આ અજોડ તકમાં ભાલ લેવા તેમને મંચ પૂરું પાડીએ છીએકોન્ફરન્સમાં અમુક મુખ્ય ઉદ્યોગના આગેવાનો સાથે એમેઝોનના સિનિયર આગેવાનોએ ભાગ લીધો હતો. વક્તાઓમાં સર્ચ રિલેવન્સ, સર્ચ સાયન્સ અને એઆઈ, એમેઝોનના ડાયરેક્ટર મિતા મહાદેવન, ઈમેજિંગ અને સીવીએનએના પ્રાઈસિંગના વીપી રાજીવ ચોપરા, સોફ્ટવેર ડેવલપમેન્ટના ડાયરેક્ટર ગીતાંજલી ભૂતાની, ઈન્ક્લુઝિવ એક્સપીરિયન્સીસ એન્ડ ટેકનોલોજી, એમેઝોનના હેડ લિઝ ગેભાર્ડ, વાય મિડિયા લેબ્સના એન્જિનિયરિંગના સિનિયર ડાયરેક્ટર શાંતિ કુરુપતિ વગેરેનો સમાવેશ થતો હતો. કોન્ફરન્સમાં એમેઝોન ઈન્ડિયા અને ઈમર્જિંગ માર્કેટ્સના એસવીપી અમિત અગરવાલ, પીપલ એક્સપીરિયન્સ ટેકનોલોજી, ઓપરેશન્સ એચઆરના વીપી સેન્ડી ગોર્ડન અને એડબ્લ્યુએસ ટેકના ડાયરેક્ટર વૈશાલી કસ્તુરે વચ્ચે બ્રેકિંગ બેરિયર્સ પર વિશેષ ફાયરસાઈડ ચેટનું પણ આયોજન કરાયું હતું, જેમાં આગેવાનોએ લીડરશિપ અને ટેકનોલોજીમાં મહિલાઓની ઊભરતા ભૂમિકા વિશે ચર્ચા કરી હતી.
એમ્પાવરિંગ ઈન્ક્લુઝન, ફોસ્ટરિંગ બિલોંગિંગ થીમ પર કેન્દ્રિત આ ઈવેન્ટમાં ટેક ઉદ્યોગની મહિલાઓને પ્રેરણાત્મક દાખલાઓ અને અનુભવ થકી શીખ આપવામાં આવી હતી. કોન્ફરન્સમાં સહભાગી એજન્ડા હતો, જેમાં વિચારપ્રેરક મુખ્ય સંબોધન, એમેઝોનના આગેવાનો અને ટેકમાં સિદ્ધ મહિલાઓ દ્વારા ટેકનોલોજી પર ચર્ચા, અંતદ્રષ્ટિ આપનારી ફાયરસાઈડ ચેટ્સ અને નેટવર્કિંગની તકો સહિતનો સમાવેશ થતો હતો. એમેઝવિટ 2023 દ્વારા ઈન્ક્લુઝન એન્ડ બિલોંગિંગ, એક્સપ્લોરિંગ ધ સ્પેક્ટ્રમ ઓફ કટિંગ- એજ ઈનોવેશન્સ એટ એમેઝોન, બિલ્ડિંગ ઈન્ક્લુઝિવ ટેક ટીમ્સ, મશીન લર્નિંગ એન્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ટેકનોલોજી બિહાઈન્ડ એમેઝોનપે જેવા વિષયોમાં સત્રોનું આયોજન કરાયું હતું.
એમેઝવિટ કોન્ફરન્સ 2023એ ટેક લીડર્સ, સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્જિનિયર્સ, ટેક્નિકલ પ્રોગ્રામ મેનેજર્સ, બિઝનેસ ઈન્ટેલિજન્સ એન્જિનિયર્સ વગેરેની ભૂમિકામાં મહિલાઓ સહિત 400થી વધુ સહભાગીઓને ભેગા કર્યા હતા. આ ઈવેન્ટમાં સાયન્સ અને ટેક ક્ષેત્રની વિદ્યાર્થિનીઓએ પણ હાજરી આપી હતી, જેમની પસંદગી સઘન સ્ક્રીનિંગ અને શોર્ટલિસ્ટિંગ પ્રક્રિયા થકી કરાઈ હતી. ઈવેન્ટ દરમિયાન એમેઝોન ટીમે સહભાગીઓ સાથે જોડાઈને અને તેમનાં સંબંધિત ક્ષેત્રો વિશે જ્ઞાન આદાનપ્રદાન કરીને મહિતીસભર બૂથ થકી તેમના નવીનતમ પ્રોજેક્ટો, ઈનોવેશન્સ અને ટેકનોલોજી વિઝન પ્રદર્શિત કર્યા હતા.
એમેઝવિટ 2023 કોન્ફરન્સે ટેકનોલોજીમાં મહિલાઓ માટે ચેમ્પિયન તરીકે એમેઝોનમાં સ્થાનને ફરી એક વાર સમર્થન આપવા સાથે ટેક સમુદાય પર અમીટ છાપ છોડીને મહિલાઓને ટેકનોલોજીની દુનિયામાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે પ્રેરિત કરવાનું પણ લક્ષ્ય હતું. એમેઝોન ઈનોવેશનના હાર્દમાં છે, જેણે વિવિધ પાર્શ્વભૂ, વિશિષ્ટતાઓ અને અનુભવોના ક્રિયેટરોને એક છત હેઠળ લાવી દીધા હતા. દુનિયાના અમુક બુદ્ધિશાળીઓને એમેઝોન દ્વારા રોજગાર અપાયો છે અને દુનિયાભરના ગ્રાહકો માટે તેઓ સામાન્ય શોપિંગ અનુભવ બહેતર બનાવે તે માટે ક્રિયેટ અને ઈનોવેટ કરી શકે તે માટે અવકાશ પૂરો પડે છે. કંપનીની ડીએનએમાં રહેલો ઈનોવેટિવ જોશ મજબૂત ઈ-કોમર્સ ભાગીદારમાંથી વિકાસ મંચ તરીકે તેની વર્તમાન સ્થિતિએ એમેઝોનનો વિકાસ પ્રેરિત કરે છે. એમેઝોન તેના ગ્રાહકોના પડકારજનક ટેક્નિકલ અને વ્યાવસાયિક મુદ્દાઓ માટે સીધાસટ સમાધાન પૂરા પાડવા માગે છે.
કોન્ફરન્સ અને ભાવિ ઈવેન્ટ્સ વિશે વધુ જાણકારી માટે કૃપા કરી વિઝિટ કરો www.amazon.in/aboutus
એમેઝોન પર ન્યૂઝ માટે ફોલો કરો www.twitter.com/AmazonNews_IN