દેશ

80 મા સ્વાતંત્ર્ય દિવસે શિનોર તાલુકાના સાધલી મુકામે પંચાયત સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો 

80 મા સ્વાતંત્ર્ય દિવસે શિનોર તાલુકાના સાધલી મુકામે પંચાયત સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો 
તાજેતરમાં તારીખ 11 ઓગસ્ટના દિવસે સાધલી મુકામે ન ભૂતો ન ભવિષ્યતિ જેવી વિશાળ તિરંગા રેલીએ દેશભક્તિનો માહોલ ઊભો કર્યો હતો અને તેના પ્રતિસાદ રૂપે આજે 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસે ગ્રામ પંચાયત સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
સવારના 7:30 કલાકે ગ્રામ પંચાયત કચેરીએ ઇન્ચાર્જ સરપંચ સંકેત પટેલે ધ્વજ વંદન કરાયા પછી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. અને પીએમ શ્રી પ્રાથમિક શાળામાં ઇ.ચા. સરપંચ સંકેત પટેલે રાષ્ટ્રધ્વજને સલામી અપાવી હતી, શ્રવણ સંસ્કાર વિદ્યાલયમાં બ્રહ્માકુમારી જ્યોતિબેન દ્વારા ધ્વજ વંદન કરાયું હતું અને ભારત વિદ્યાલય સાધલીમાં ધોરણ 10 અને 12 ની તેજસ્વી બાળકોના હસ્તે ધ્વજને સલામી અપાઇ હતી, કોલેજના પ્રોફેસર કનુભાઈ વાળા તેઓની સાથે જોડાયા હતા. મનન વિદ્યાલય માં બાળકોની પરેડ અને ઝાંસીની રાણી ની પ્રતિકૃતિ સમાન વિદ્યાર્થીનીઓ દ્વારા તલવારબાજીનો દિલ ધડક કાર્યક્રમ રજૂ કરાયો હતો,ત્યાં પણ ઇન્ચાર્જ સરપંચ સંકેત પટેલે ધ્વજવંદન કરાવ્યું હતું, ત્યારબાદ મદીના મસ્જિદ પાસે મુસ્લિમ કમિટી દ્વારા અને સરદાર ફર્સ્ટ સ્ટેપ મુકામે પ્રથમવાર ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો, તદુપરાંત સબ સ્ટેશન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button