ધર્મ દર્શન

બિહારમાં ગ્રામિણોની આંખની સંભાળ માટે રુ.૧૫૦ કરોડના ખર્ચે વાર્ષિક ૩.૩લાખ આંખની શસ્ત્રક્રિયાની નેમ સાથે ગૌતમ અદાણીની પહેલનો આરંભ:રાષ્ટ્રવ્યાપી વિસ્તાર માટે રુ.૫૦૦ કરોડનો સંકલ્પ

બિહારમાં ગ્રામિણોની આંખની સંભાળ માટે રુ.૧૫૦ કરોડના ખર્ચે વાર્ષિક ૩.૩લાખ આંખની શસ્ત્રક્રિયાની નેમ સાથે ગૌતમ અદાણીની પહેલનો આરંભ:રાષ્ટ્રવ્યાપી વિસ્તાર માટે રુ.૫૦૦ કરોડનો સંકલ્પ


મસ્તીચક (બિહાર), ૧૭ મે ૨૦૨૬: અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ આજે “સેવા હી સાધના હૈ” ની તેમની પરિકલ્પના પર આધારિત રુ.૧૫૦ કરોડના વિરાટ વિઝન કેરની પહેલનો પટનાથી લગભગ ૭૦ કિલોમીટર દૂર મસ્તીચકમાં શિલાન્યાસ પ્રસંગે આ જાહેરાત કરી હતી. આ પહેલના ભાગરુપેદર વર્ષે ૩.૩ લાખ આંખની શસ્ત્રક્રિયાની ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી ગ્રામીણ આંખની સંભાળ ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે અને દર વર્ષે ૧,૦૦૦ આંખના આરોગ્ય વ્યાવસાયિકોને તાલીમ આપવામાં આવશે. આ પહેલનો પ્રયાસ હિન્દી હાર્ટલેન્ડમાં વંચિત સમુદાયોને ગૌરવ, આશા અને દૃષ્ટિ લાવતી વેળા આંખની સસ્તી સારવારનીગ્રામ્ય કક્ષાએ સવલત અને આંખની સંભાળના-કૌશલ્યને મજબૂત બનાવવાનો છે.
શ્રી ગૌતમ અદાણીએ X પર એક પોસ્ટમાંકહ્યું છે કે “સેવા હી સાધના હૈ” એ એક માત્ર સૂત્ર નથી, પરંતુ કરુણા ભાવને સમાજ માટે સ્થાયી સંસ્થાઓમાં રૂપાંતરિત કરતી એક માર્ગદર્શક ફિલસૂફી છે. દૃષ્ટિ પુનઃસ્થાપિત કરવી એ ફક્ત તબીબી પ્રક્રિયા નથી. પરંતુ માનવ જીવનમાં આશા, આત્મવિશ્વાસ અને ગૌરવને પરત લાવવા વિશે છે,” તેમણે બિહારને “એવી ભૂમિ ગણાવતા લખ્યું છે કેઆ રાજ્યએ રાષ્ટ્રને નવી ચેતના અને ઐતિહાસિક દિશા આપી છે”, તેમણે ઉમેર્યું છે કે આ હેતુથી નવા રચાયેલું”અદાણી અખંડ જ્યોતિ ફાઉન્ડેશન”બિહારમાં જન્મેલી સેવાની સુવાસને ભારતભરમાં વસતા વંચિત સમુદાયો સુધી લઈ જવાનો પ્રયાસ કરશે.
અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ અને વિકાસ પાંખઅદાણી ફાઉન્ડેશનબિહાર સ્થિત અગ્રણી ગ્રામીણ આંખ સંભાળ સંસ્થાઅખંડ જ્યોતિ ફાઉન્ડેશન સાથે સહયોગમાંમસ્તીચકમાં અદાણી સેન્ટર ફોર આઈ (ACE) અને અદાણી ટ્રેનિંગ ઇન ઓપ્થેલ્મિક મેડિસિન (ATOM) ને નાણાકીય સહયોગ પૂરો પાડશે.
સસ્તી સંભાળ, જટિલ પ્રક્રિયાઓ અને મોટા પાયે ગ્રામીણ પહોંચ પર ધ્યાન કેન્દ્રિત કરવા ACE એક અદ્યતન સારવાર અને સર્જિકલ સુવિધાના રુપમાં સેવા આપશેઅને ATOM ભારતના ગ્રામીણ આરોગ્ય સંભાળનાટીમ વર્કને મજબૂત બનાવવા માટે ઓપ્ટોમેટ્રિસ્ટ, નેત્ર સહાયકો અને સામુહિક આરોગ્ય સંભાળ કર્મચારીઓને તાલીમબધ્ધ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
બિહાર અને નજીકના પ્રદેશોના અંતરિયાળ ગામોમાં છેવટની વ્યક્તિ સુધી ચક્ષુ સંભાળની સુવિધાના આરંભના પ્રતીકરુપACEનાબેનર હેઠળ ૧૦ દર્દીઓની ક્ષમતાની પરિવહન બસોના કાફલાને ઔપચારિક રીતે લીલી ઝંડી આપવામાં આવી હતી.
શ્રી ગૌતમ અદાણી સાથે અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણી, અખંડ જ્યોતિ આંખ હોસ્પિટલના સહ-સ્થાપક, સી.ઈ.ઓ. અને એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી શ્રી મૃત્યુંજય તિવારી જોડાયા હતા.
શ્રી તિવારીએ આ સહયોગને સમગ્ર ભારતમાં વંચિત સમુદાયો માટે સસ્તી અને સુલભ આંખની સંભાળના વિસ્તરણ માટેની સહિયારી પ્રતિબદ્ધતા તરીકે વર્ણવતા “અખંડ જ્યોતિ આંખ હોસ્પિટલ પર ભરોસો મૂકી પરિવર્તનની આ યાત્રામાં અમને ભાગીદાર તરીકે પસંદ કરવા બદલ શ્રી ગૌતમ અદાણીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતના અંતરિયાળ ગામોમાં વસતા છેવાડાના વંચિત અસંખ્ય સમુદાય માટે દૃષ્ટિ, અભિમાન, તક અને તેમના સપનાઓને પુનઃસ્થાપિત કરવા માટેની સહિયારી પ્રતિબદ્ધતાની દ્રષ્ટીએ આ ભાગીદારી માળખાગત સુવિધાઓના નિર્માણથી ઘણી વિશિષ્ટ છે. તેમણે શ્રધ્ધા વ્યક્ત કરી હતી કે અમારા સહિયારા પ્રયાસોથી આગામી વર્ષોમાં લાખો માનવ જીવોમાંહકારાત્મક અસર પેદા થશે.
વધુમાંઅદાણી ગ્રુપના નિર્માણાધિન ૨,૪00 મેગાવોટના અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ નજીક બિહારના ભાગલપુર જિલ્લામાં પીરપૈંટીમાં ૨૦૦ પથારીની ક્ષમતાની હોસ્પિટલનું નિર્માણ કરવાની યોજનાની અદાણી ફાઉન્ડેશને જાહેરાત કરી હતી. આ હોસ્પિટલનો હેતુ પૂર્વીય બિહારના મોટા ભાગોમાં વસતા સમુદાયો સુધી સારવારના લાભો વિસ્તારીને સસ્તી આરોગ્યસંભાળની પહોંચને વધુ મજબૂત બનાવવાનો છે.
અખંડ જ્યોતિ ફાઉન્ડેશનના ગ્રામ્ય જીવનમાં પરિવર્તન લાવતા કાર્યને બિહારથી આગળ અને ભારતભરમાં સ્થાયી વંચિત પ્રદેશોમાં લઈ જવા માટેશ્રી ગૌતમ અદાણીએ રુ.૫00 કરોડસહિતઆમિશનનારોજબરોજનાકામકાજનાખર્ચમળીકુલરુ.૭૦૦કરોડનાવ્યક્તિગત સંકલ્પનેઆવરીલેતાદેશભરમાં લાંબા ગાળાના માનવતાવાદી અને સામુદાયિક આરોગ્યસંભાળ મિશનને વિસ્તૃત કરવા માટે “અદાણી અખંડ જ્યોતિ ફાઉન્ડેશન” ની સ્થાપનાની પણ જાહેરાત કરી હતી.
રાષ્ટ્ર નિર્માણ કરુણા, સેવા અને લાંબા ગાળાના સામાજિક રોકાણ પર આધારિત હોવું જોઈએ એવા શ્રી ગૌતમ અદાણીના વિશ્વાસનેબિહારમાં આરંભાયેલી પહેલ ઉજાગર કરે છે.ગૌતમ અદાણીના ૬૦માં જન્મ દિન પ્રસંગે ૨૦૨૨માંઅદાણી પરિવારે સ્વાસ્થ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે રુ.૬૦,000 કરોડ ફાળવવા સંકલ્પ જાહેર કર્યો હતો, એ પછી ગત વર્ષે શ્રી ગૌતમ અદાણીના નાના પુત્ર શ્રી જીત અદાણીના લગ્ન સમારોહ દરમિયાન રુ.૧૦,000 કરોડની સામાજિક જવાબદારી અદા કરવાના સંકલ્પની જાહેરાત કરી હતી.
૨૦૨૨થી અદાણી સમૂહે સામાજીક જવાબદારી અદા કરવાના ક્ષેત્રે મોટા પાયે વિવિધ પહેલ મારફતતેના સેવા-નેતૃત્વનો વિસ્તાર કર્યો છે, જેમાં ૨૦૨૫માં પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન લગભગ ૫૦ લાખ યાત્રાળુઓને સહાય અને તે જ ગાળામાં ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન લગભગ ૪૦ લાખ લોકોને નિશુલ્ક ભોજન અને પ્રવાહી નાસ્તાનું વિતરણનો સમાવેશ થાય છે
રુ.૪0,000 કરોડ સુધીના સંચિત રોકાણો અને ભાવિ પ્રકલ્પો સ્થાપવાની પ્રતિબદ્ધતાઓ સાથે .બિહારના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના રોકાણકારોમાંના એક તરીકે ઉભરી આવેલા બિહારમાં આ મંગલાચરણ અદાણી સમૂહની બિહારના લોકો પ્રત્યેના કરુણાભાવની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
બિહારમાં ખાનગી ક્ષેત્રનું સૌથી મોટા રુ.૨૭,000 કરોડના રોકાણથી ૨,૪00 મેગાવોટ ક્ષમતાના અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટનો આ રોકાણોમાં સમાવેશ થાય છે.
ઇન્ડિયન ઓઇલ અદાણી ગેસ પ્રાઇવેટ લિ. દ્વારા, અદાણી સમૂહ બિહારના ગયા અને નાલંદા જિલ્લામાં શહેરી ગેસ વિતરણ માળખું સ્થાપી રહ્યું છે, જ્યારે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. લગભગ ૩0 લાખ સ્માર્ટ મીટરની બેસાડીને સમગ્ર ઉત્તર બિહારમાં વીજળી વિતરણ માળખાને અત્યાધુનિક બનાવી રહ્યું છે. ઉપરાંતલગભગ રુ.૩,000 કરોડના સંયુક્ત રોકાણથી નવાદા અને મુઝફ્ફરપુર જિલ્લામાં ૬ મિલિયન ટનની વાર્ષિક ક્ષમતાના બેગ્રાઇન્ડીંગ એકમોની સ્થાપના દ્વારા તેના સિમેન્ટ ઉત્પાદનનો વ્યાપ વિસ્તારી રહ્યું છે. બિહારની ઔદ્યોગિક શિકલ બદલાવનારા આ રોકાણોથી નોંધપાત્ર સંખ્યામાં પ્રત્યક્ષ અને પરોક્ષ આજીવિકાના સ્ત્રોતોનું નિર્માણ થશે.
૨૦૦૫માં બિહારના ગ્રામીણ વિસ્તારમાં ૩૦ પથારીની સુવિધા સાથે સ્થપાયેલ અને આજે ભારતની આંખની સંભાળ સંસ્થાઓમાંની એકઅગ્રણીઅખંડ જ્યોતિ આંખની હોસ્પિટલે ૧૪ લાખથી વધુ લોકોને દૃષ્ટિ આપવા ઉપરાંત લાખો સ્ક્રીનીંગ અને આઉટરીચ કન્સલ્ટેશન કર્યા છે.
૧૯૭૬માં કેન્દ્રિય પુરસ્કૃત યોજના તરીકે શરૂ થયેલાભારત સરકારના રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ક્ષતિ નિયંત્રણ કાર્યક્રમ (NPCBVI) સાથે સુસંગત આ સહયોગ એક નિશ્ચિત લક્ષ્ય સુધી સસ્તી આંખની સંભાળ પૂરી પાડવા માટેસમુદાય-સંચાલિત મોડેલ બનાવવાનો પ્રયાસ છે.
આ મંગલાચરણ અદાણી ફાઉન્ડેશનના વિસ્તરી રહેલા વિઝન કેર પ્રોગ્રામ પર વધુ આધાર રાખે છે.અદાણી ફાઉન્ડેશન આગામી ઓગસ્ટમાં તેની સામુદાયિક સેવાના ૩૦ વર્ષ પૂર્ણ કરે છે. ૨૦૨૪માં શરુ થયેલાવિઝન કેર પ્રોગ્રામ અંતર્ગત ૧.૯૩ લાખ આંખોની તપાસ કરી છે અને ભારતના ૧૧ રાજ્યોમાં ગ્રામીણ પહોંચ, શાળામાં સ્ક્રીનીંગ અને રેફરલ સપોર્ટ દ્વારા ૫૯,૦૦૦ લાભાર્થીઓને પ્રિસ્ક્રિપ્શન આધારિત ચશ્મા આપ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button