શિક્ષા

સુરત એજ્યુકેશનલ એસોસિએશન દ્વારા ‘વિદ્યાર્થી ગૌરવ સમારોહ–2026’નું ભવ્ય આયોજન કરાયું

સુરત એજ્યુકેશનલ એસોસિએશન દ્વારા ‘વિદ્યાર્થી ગૌરવ સમારોહ–2026’નું ભવ્ય આયોજન કરાયું
કાયદેસર માન્યતાની ઉજવણી સાથે તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર સભ્યોનું સન્માન
(મહેન્દ્રભાઈ સોની દ્વારા) સુરત
સુરત એજ્યુકેશનલ એસોસિએશન દ્વારા જમનાબા વિદ્યાર્થી ભવન, લસકાણા ખાતે ‘વિદ્યાર્થી ગૌરવ સમારોહ–2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા સંચાલકો, વિદ્યાર્થીઓ અને સભ્યોની પ્રતિભા તથા સિદ્ધિઓને બિરદાવવાના ઉદ્દેશ્યથી યોજાયેલ આ સમારોહ ઉત્સાહપૂર્ણ અને ગૌરવભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.
સમારોહ દરમિયાન સુરત એજ્યુકેશનલ એસોસિએશન ને મળેલી કાયદેસર માન્યતાની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે એસોસિએશન સાથે જોડાયેલા સંચાલક મિત્રોના તેજસ્વી બાળકોને ટ્રોફી અર્પણ કરી તેમનું સન્માન તથા પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું. ઉપરાંત એસોસિએશન સાથે જોડાયેલા સભ્યોમાંથી જેમણે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે તેવા સભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં કતારગામ-અમરોલીના તમામ વોર્ડના કોર્પોરેટર ઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કતારગામ વિસ્તારના વિવિધ સામાજિક કાર્યકર્તાઓ તથા આગેવાનોએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ વધાર્યું હતું. સાથે એસોસિએશન સાથે જોડાયેલા સંચાલક મીત્રો પોતાના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં પરિવારભાવ અને સંગઠનની એકતા નો સરસ માહોલ જામ્યો હતો
સમગ્ર કાર્યક્રમનું આયોજન ઝોન-1ના ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ કાકડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે એસોસિએશનના પ્રમુખ રજનીકાંતભાઈ ગોટી, મંત્રી નિમેશભાઈ ટાપણીયા તેમજ સમગ્ર હોદ્દેદારો અને કારોબારી ટીમે સહિયારા પ્રયાસો કર્યા હતા.
શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા સંચાલકો અને તેમના પરિવારજનોને એક મંચ પર લાવી પરસ્પર એકતા, સહકાર અને સંવાદને વધુ મજબૂત બનાવવાના હેતુ સાથે યોજાયેલ આ સમારોહમાં પ્રતિભાનું સન્માન, સિદ્ધિઓની કદર અને નવી પેઢીને પ્રોત્સાહનનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવતા ઉપસ્થિત મહેમાનો, સંચાલક મિત્રો, સભ્યો અને પરિવારજનોમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. હોદ્દેદારો તથા સમગ્ર કારોબારી ટીમના સહિયારા પ્રયાસોથી ‘વિદ્યાર્થી ગૌરવ સમારોહ–2026’ ખૂબ જ સફળતાપૂર્વક અને યાદગાર રીતે સંપન્ન થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button