દેશ
બાબા શ્યામનો કરાયો તિરંગા શૃંગાર

બાબા શ્યામનો કરાયો તિરંગા શૃંગાર
સુરત : શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વીઆઈપી રોડ સ્થિત શ્રી શ્યામ મંદિર, સુરતધામ ખાતે બાબા શ્યામનો તિરંગા શૃંગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ત્રિરંગાના રંગોવાળાં ફૂલોથી બાબાનો દિવ્ય શૃંગાર કરાયો હતો તેમજ સમગ્ર મંદિર પરિસરમાં તિરંગા ધ્વજ લગાવવામાં આવ્યા હતા. બાબાના આ અદ્ભુત તિરંગા શૃંગારનાં દર્શન કરવા માટે મોડી રાત સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સવારે ૧૦:૦૦ વાગ્યે મંદિર પર ધ્વજવંદન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ અનિલ રુંગટા, ઉપપ્રમુખ સંજય સરાવગી, સચિવ શિવપ્રસાદ પોદ્દાર, ખજાનચી વિનય બેરીવાલા સહિત કારોબારીના અનેક સભ્યો તેમજ સેંકડો શ્યામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.


