આરોગ્ય
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વર્લ્ડ ટીબી ડેના દિવસે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરાયું
જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ના સચિવ સિનિયર સિવિલ જજ સી.આર.મોદી સાહેબ ના માર્ગદર્શન હેઠળ વર્લ્ડ ટીબી ડે ના દિવસ નિમિતે NZ-87-88 સહજાનંદ આંગણવાડી, સિંગણપોર ખાતે કાનુની જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા Plv કાંતાબેન જોગડિયા દ્વારા મહિલા ઓના બંધારણીય અધિકારો, મફત કાનુની સહાય, જાતીય હિંસા થી સુરક્ષા, પકશો એકટ, ટીબી હરેગા દેશ જીતેગા થીમ પર વહેલા સર નિદાન તેજ ટીબી થી બચાવ વિશે માહિતી આપી અને પેમ્પલેટ નું વિતરણ કર્યું જેમા આંગણવાડી કાર્યકર હંસાબેન મારૂ & ગીતાબેન પટેલ સહીત મહિલાઓ તેમજ બાળકો જોડાયા હતા.