લાઈફ ટાઈમ ગૃપે નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના લોકો સાથે સ્કીમમાં રોકાણના નામે કરોડોની છેતરપિંડી કરી
નવસારી : નવસારી જિલ્લાના બીલીમોરા તથા આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારના લોકો પાસેથી એપ્રિલ-૨૦૧૦ થી વર્ષ-૨૦૧૪ દરમ્યાન ઓફિસ નંબર-૨૧, ધ્રુવિ મોલ, ગોહરબાગ, બીલીમોરા, નવસારી ખાતે ઓફિસ શરૂ કરીને “લાઈફ ટાઈમ ગ્રૃપ” કંપની દ્વારા અલગ અલગ સ્કીમો/પોલિસીઓ, પેન્શન યોજના સ્કીમ તથા ફીક્સ ડીપોઝીટ તથા મંથલી ઇન્કમ પ્લાન સ્કીમો બહાર પાડવામાં આવી હતી. જેમાં એજન્ટો મારફતે અથવા જાતે જ (ડાયરેક્ટ) રોકાણ કરનાર રોકાણકારો સાથે થયેલી છેતરપિંડી વિશ્વાસઘાત બાબતે ‘લાઈફ ટાઇમ ગ્રૃપ’ના ડિરેક્ટરો તથા અન્યો વિરૂધ્ધમાં સી.આઈ.ડી. ક્રાઈમ, સુરત ઝોન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી.
આ લાઈફ ટાઈમ ગ્રૃપમાં રૂપિયાનું રોકાણ કરી ભોગ બનેલા રોકાણકારોએ પોતાની પાસે જરૂરી આધાર પુરાવાઓ સાથે ડીટેકટીવ પોલીસ ઈન્સ્પેકટરશ્રીની કચેરી, સી.આઈ.ડી. ક્રાઈમ, સુરત શહેર તપાસ એકમ, એ-બ્લોક, બીજો માળ, બહુમાળી ભવન, નાનપુરા, અઠવાલાઈન્સ, સુરત-૩૯૫૦૦૧ તથા ઓફિસ સંપર્ક નંબરઃ ૬૩૫૯૬ ૨૭૧૩૮ પર કોલ કરીને સમય મર્યાદામાં હાજર રહેવા જણાવાયું છે.
વિશેષ નોંધઃ આ ગુના સબંધે કોઈ વિશેષ વિગત જાણતા હોય અને તે માહિતી આપવા માંગતા હોય તેમણે પણ અત્રેની કચેરીનો સંપર્ક કરવા વિનંતી છે. માહિતી આપનારનની સંપૂર્ણ વિગતો ગુપ્ત રાખવામાં આવશે. તેમ સી.આઈ.ડી. ક્રાઈમના ડીટેકટીવ પોલીસ ઈન્સ્પેકટરશ્રી ટી.વી.પટેલની યાદીમાં જણાવાયું છે.