Uncategorizedક્રાઇમ
સુરતમાં નવા પોલીસ કમિશનરે ચાર્જ સંભાળ્યાના ગણતરીના કલાકમાં હત્યાનો બનાવ
સુરતને ગતરોજ 74માં દિવસે નવા પોલીસ કમિશનર મળ્યાં છે. અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ એક હત્યાનો બનાવ બન્યો છે. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગળા સહિતના ભાગો પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા નીપજાવવામાં આવી છે. જેથી પોલીસ હાલ સમગ્ર હત્યાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને પડકાર ફેંકાતો હોય તે રીતે ડિંડોલી વિસ્તારમાં આવેલી ચલથાણ- કેનાલ રોડ પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવકની હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ અજાણ્યા આરોપી નાસી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. હાલ ડિંડોલી પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.