૦૬ વર્ષથી નાસતા ફરતા મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન જિલ્લાનાં શામગઢ પો.સ્ટે.મા નોંધાયેલ ચોરીના ગુનામા સંડોવાયેલ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.

૦૬ વર્ષથી નાસતા ફરતા મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન જિલ્લાનાં શામગઢ પો.સ્ટે.મા નોંધાયેલ ચોરીના ગુનામા સંડોવાયેલ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.
આગામી સમયમા યોજનાર લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪માં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અનુસંધાને મહે. પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓએ અન્ય રાજ્યોમાં ગુનાઓ આચરી સુરત શહેરમાં આશરો લઈ છુપાઇને રહેતા ગુનેગારોને શોધી કાઢવા આપેલ સુચના અનુસાર અધિક પોલીસ કમિશ્નર શ્રી ક્રાઈમ, નાયબ પોલીસ કમિશ્નર શ્રી રાજદિપસિંહ નકુમ એસ.ઓ.જી.,નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી., દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.
આ દરમ્યાન એસ.ઓ.જીના અ.હે.કો. જિતેન્દ્રસિંહ પ્રવિણસિંહ તથા અ.હે.કો. જિતેન્દ્રસિંહ રણજીતસિંહ નાઓને મળેલ બાતમી આધારે અંબીકાનગર સોસાયટી નવાગામ ડિડોલી વિસ્તારમાંથી આરોપી વિવેકાનંદ ગિરીશ ચૌધરી ઉ.વ.-૩૦, ધંધો-ઓનલાઈન સેલ્સમેન, રહેવાસી, ૭૩, અંબીકાનગર-૦૧, નવાગામ ડિડોલી સુરત વાળાઓને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
મજકુર આરોપીઓની પુછપરછ કરતા જણાવેલ કે, આજથી છએક વર્ષ પહેલા હુ તથા મારા અન્ય ત્રણ મિત્રો સાથે મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન જિલ્લાનાં શામગઢ ખાતેથી ટ્રેનમાથી મોબાઇલ તથા રોકડ રૂપિયાની ચોરી કરેલ જેમા સહઆરોપી પકડાઇ ગયેલ હોય અને પોતના વિરુધ્ધ નામદાર કોર્ટ માંથી વોરંટ મેળવવામાં આવેલ હોય. જેમા પોતાનું નામ હોય જેથી પોલીસ પકડથી બચવા નાસતો ફરતો હોવાની હકિકત જણાવેલ.
આરોપીની કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ કરવા સારૂ સદર આરોપીનો કબ્જો મધ્યપ્રદેશ પોલીસને સોપવામા આવેલ છે.