ક્રાઇમ
સુરત માં ભારતીય બનાવટનો વિદેથી દારૂનો જથ્થો ઝડપાયો

ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, “એક મહારાષ્ટ્ર પાર્સિંગની લાલ ક્લરની આઈસર ગાડી નં- MH-43-BX- 6612 મા ભારતીય બનાવટનો વિદેથી દારૂનો જથ્થો ભરેલ છે અને આ ગાડી હાલ સુરત શહેર હાથી મંદિર મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્ટી પ્લોટના કોટ પાસે પડેલ છે અને ચોક બજાર ધ્રુવતારક સોસાયટીમા રહેતા ભરત ઉર્ફે પટ્ટી ને ત્યાં ગાડી વહેલી સવારના કટીંગ કરવાના છે ” તે માહિતી આધારે તા.૦૫/૦૬/૨૦૨૩ના રોજ રેઈડ કરી, ભારતીય બનાવટનો વિદેશીદારુ કુલ કિં.રૂ.૨૨,૦૦,૩૨૦/- તથાઅન્ય મળી કુલ રૂપિયા ૩૦,૧૦,૩૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૧ આરોપી તથા વોન્ટેડ ૦૫ આરોપીઓ વિરુધ્ધ સુરત શહેર ના કતારગામ પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.