Uncategorized

જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, સોલા ખાતે દ્વિ દિવસીય “નેચરોપેથી- યોગ & યોગ મહોત્સવ” પર નેશનલ સેમિનાર યોજાયો

અમદાવાદ: અમદાવાદમાં સોલા  ખાતે  આવેલ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે 4 અને 5 નવેમ્બર, 2023ના રોજ 6ઠ્ઠા નેચરોપેથી ડે, 2023 નિમિતે “નેચરોપેથી- યોગ & યોગ મહોત્સવ” પર દ્વિ દિવસીય નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેની થીમ “ઇન્ટીગ્રેટેડ એપ્રોચ ફોર હોલિસ્ટિક હેલ્થ” નક્કી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કાર્યક્રમ ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઇઝેશન, જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, સોલા, અમદાવા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.  જેમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ તથા ધ્યાનમ નેચરોપેથી- રાજકોટનો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો. આ સેમિનારને મિનિસ્ટ્રી ઓફ આયુષ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સમર્થિત છે. ઉપરાંત વેલનેસ મહોત્સવ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ દ્વારા સ્પોન્સર્ડ છે.

કાર્યક્રમની શરૂવાત ગણેશ વંદના, સરસ્વર્તી વંદના તેમજ દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. સ્ટેજ પર ઉપસ્થિતઃ મહાનુભાવોના સ્વાગત સાથે શ્રી શિશુપાલ રાજપૂત અને જીતેન્દ્રભાઈ (એમ એલ એ ચેરમેન નારણપુરા), ડો રાજેન્દ્ર (ડીન સોલા મેડિકલ કોલેજ), ડો અનંત બિરાદર (અધ્યક્ષ આઈ એન ઓ), ડો હિતેષભાઇ પરમાર (સંમેલન સેક્રેટરી – ધ્યાનમ નેચરોપથી), શ્રી વિજયભાઈ શેઠ (આઈ એન ઓ સેક્રેટરી), શ્રી મુકેશભાઈ થાર (આઈ એન ઓ ગુજરાત પ્રેસિડેન્ટ અને સાધના મેગેઝીન સંપાદક), ડો જીતેન્દ્ર ભટ્ટ (પર્સનલ પોઇન્ટ પિરામિડ વાસ્તુ), ડો જીતુ પંચાલ (આઈ એન ઓ) અને ડો હિતેશ પરમારે રાષ્ટ્રીય સંમેલનની વિસ્તૃત વિષયોની ચર્ચા કરી હતી. આ સાથે  હોલિસ્ટિક એપ્રોચ સાથે આવનારા સમયની જરુરીયાત અને મહત્વ સમજાયું.

કાર્યક્રમના બીજા દિવસે રવિવારના રોજ રવિવાર ૦૫.૧૧.૨૩ ના કેન્દ્રિય રાજ્યમંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજલપરા ઉપસ્થિત રહ્યા.  આ સાથે ડો. સંગીતા નેહરા, ડિરેક્ટર આયુષ, હરિયાણાનું પ્રવચન પણ થયું હતું.  આ ઉપરાંત બાલાજી નેચર ક્યોર દિલ્હી સાથે ડો. અર્પણ ભટ્ટ, ડીન પ્લાનિંગ, ITRA, જામનગર, ડો. ફાલ્ગુન પટેલ, ડેપ્યુટી ડાયરેક્ટર, આયુષ વિભાગ, ગુજરાત, ડો. હેમા મેહતા, અમદાવાદ અને ડો. ચિરાગ અંધારિયા, શંકુસ નેચર ક્યોર, મહેસાણા ઉપસ્થિતઃ રહ્યા હતા. સેમિનારમાં કુલ કુલ ૧૬ રીસર્ચ પેપર પ્રસ્તુત થયા હતા તેમજ ૫૦૦ થી વધુ વિઝિટર જોડાયા હતા.

આ સાથે ઉપસ્થિતઃ મહાનુભાવોમાં ડો અનંત બિરાદર દ્વારા જણાવામાં આવ્યું હતું કે, આઈએનઓ તેમને ગુજરાતના મૂડી ઉદેશ માનવી અને આપણા બધાના રાષ્ટ્રીય પિતા એવા મહાત્મા ગાંધીની ઈચ્છા નેચરોપેથી થી સારવાર,પ્રચાર પ્રસાર અને નેચરોપેથી વિદ્યાપીઠ વર્ષ ૧૯૪૪ માં જે ટ્રસ્ટ ની સ્થાપના થઇ તે દિવસે જયારે ગાંધીજી,જવરલાલ નહેરુ સરોજની નાયડુ એ સહી કરેલ તે દિવસને રાષ્ટ્રીય પ્રાકૃતિક દિવસ તરીકે ઉજવવાનું આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ જણાવેલ તેની પ્રસંશા કરી અને બને ગુજરાતના પનોતા પુત્ર જે કાર્ય કરી રહ્યા છે. તેને આગળ વધારવા નેચરોપેથી ને રાજયાશ્રય મળે અને વ્યવસ્થિત માળખું કેન્દ્ર સરકારના સહયોગથી બનવી ને ગુજરાત ને એક મોડલ બનાવવમાં આવે તેવી અપીલ એમએલએ શ્રી જીતેન્દ્રભાઈ ને મન્ચ પરથી કરી.

ત્યારબાદ શ્રી સિશપાલનું યોગબોર્ડ ગુજરાતે પ્રારંભિક પ્રવચન કરી અને તંદુરસ્તીને સ્વર્ગ સાથે સરખામણી કરી હતી એમક શરીરને મેડિકલ સ્ટોરે જતા અટકાવું હોય તો યોગ અને નેચરોપથીજ માત્ર ઉપાય છે તે જણાવ્યું હતું.

શ્રી મુકેશભાઈ શાહ કે જેઓ આઈએનઓ ગુજરાત અધ્યક્ષ છે. અને સાધના મેગેઝીનના તંત્રી છે અને સાધના મેગેઝીનના તંત્રી છે. તેમને મંચ પર બિરાજમાન મહાનુભાવોનું આભાર માન્યો હતો. ડો. રાજેશ મેહતા (ડીન જીએમઈઆરએસ મેડિકલ કોલેજ) પણ ઉપસ્થિતઃ રહ્યા હતા તેમજ તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ૩ વર્ષમાં ૧૦ લાખ લોકોને યોગમાં ટ્રેનિંગ આપવામાં માટે ના કાર્ય અને સંકલ્પનો આભાર માન્યો હતો.

આ સેમિનાર દરમિયાન શ્રી મુકેશભાઈ શાહ (પ્રેસિડેન્ટ, આઇએનઓ ગુજરાત), ડો. જીતેન્દ્રભાઈ પંચાલ (વર્કિંગ પ્રેસિડેન્ટ, આઇએનઓ ગુજરાત), શ્રી વિજયકુમાર શેઠ (જનરલ સેક્રેટરી- આઇએનઓ ગુજરાત), ડો. અમરજિત આહલુવાલિયા ( પ્રેસિડેન્ટ, આઇએનો સૌરાષ્ટ્ર), શ્રી જીતુભાઇ શાહ (પ્રેસિડેન્ટ- આઇએનઓ અમદાવાદ), શ્રી રાઘવ પુજારા (સેક્રેટરી- આઇએનઓ  ગુજરાત), ડો. એસજે ટી હિતેશ પરમાર (જનરલ સેક્રેટરી, આઈએનઓ સૌરાષ્ટ્ર) અને શ્રી સુરેશ શાહ (જનરલ સેક્રેટરી, આઇએનઓ અમદાવાદ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ સેમિનારમાં ખાસ કરીને એ દર્શાવવામાં આવ્યું હતું  કે આરોગ્ય અને સુખાકારી માટે એક સર્વગ્રાહી અને સંકલિત અભિગમ વ્યક્તિના શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યના તમામ પાસાઓને સંબોધીને તેના સ્વાસ્થ્ય અને સુખાકારીનો વ્યાપક દૃષ્ટિકોણ લે છે. ભારતમાં પરંપરાગત દવા અને મોર્ડન મેડિકલ સાયન્સ (એલોપથી)ને એકીકૃત કરીને સંપૂર્ણ રીતે વ્યક્તિની સારવાર અને સાજા કરવા માટે એકીકૃત દવા ઉપચાર અને જીવનશૈલીના ફેરફારોના સંયોજનનો ઉપયોગ કરે છે, જે સર્વગ્રાહી સુખાકારી તરફના પરિવર્તનકારી પગલાને દર્શાવે છે. આ સિનર્જિસ્ટિક અભિગમ બંને સિસ્ટમોની સંબંધિત શક્તિઓને જોડે છે. દર્દીઓને વ્યાપક સંભાળ પૂરી પાડવી જે સ્વાસ્થ્ય માટે તેમની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જરૂરિયાતોને સંબોધિત કરે છે.

આ સેમિનાર અંગે શ્રી મુકેશભાઈ શાહ (પ્રેસિડેન્ટ, આઇએનઓ ગુજરાત) એ જણાવ્યું હતું કે,  “અમે બધા યોગીઓ, યોગાચાર્યો, આયુષ અને આધુનિક ચિકિત્સાના ડૉક્ટરો, મનોવૈજ્ઞાનિકો, ફિલોસોફર્સ, આધ્યાત્મિક માસ્ટર્સ, સંસ્કૃત વિદ્વાનો, સ્પોર્ટ્સ કોચ, સંશોધન વિદ્વાનો, ન્યુટ્રિશનિસ્ટ્સ, ફિઝિયોથેરાપિસ્ટ, સમાજશાસ્ત્રીઓ, આધ્યાત્મિક સાધકો વગેરે ના ખુબજ આભારી છીએ જેઓ આ દ્વિ દિવસીય સેમિનારમાં જોડાયા અને કાર્યક્રમની શોભા વધારી હતી.. ચાલો આપણે સાથે મળીને સદાચાર, ભાઈચારો, સંસ્કૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને સમર્થન આપવા માટે માથા અને હૃદયથી ઉભા થઈએ.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button