પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી અડાજણ પોલીસ
પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી અડાજણ પોલીસ
શહેરમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટર આર.બી.ગોજીયા દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા જરૂરી સુચના તથા માર્ગ દર્શન આપેલ જે અન્વયે સર્વેલન્સના સબ ઇન્સ્પેક્ટર જે.કે.નીનામા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના હે.કો. હિતેંન્દ્રસિંહ અમરસિંહ સોલંકી તથા પો.કો. શિવરાજ ચાપરાજભાઇ નાઓની સંયુક્ત બાતમીના આધારે અડાજણ પો.સ્ટેનામાં નોંધાયેલ ગુ.ર.નં.-૧૨૧/૨૦૧૧-એકટ-૬૬(૧)બી, ૬૫(એ)(ઇ),૧૧૬(૧)(બી) ,૮૧ મુજબ પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતો ફરતો આરોપી કમલેશ ઉર્ફે દેવો હિરાભાઇ રાઠોડ ઉ.વ.૪૫ હાલરહે (૧) બી/૧૦૧ રાજહંસ વ્યુ, સંજીવકુમાર ઓડિટોરીયમ હોલની બાજુમાં, અડાજણ સુરત શહેર તથા (૨) ગુજરાત હાઉસિંગ બોર્ડ બ્લોક નં ૮૬/૫૫૮ , રામનગર રાંદેર રોડ સુરત શહેર નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,