સેમસંગના ગેલેક્સી AI પાવર્ડ ગેલેક્સી Z Fold6, Z Flip6 માટે ભારતમાં ગ્રાહકોને અદભુત પ્રતિસાદ

ગેલેક્સી Z Fold6, Z Flip6 માટે પ્રી-ઓર્ડર્સમાં ગત જનરેશનના ફોલ્ડેબલ્સની તુલનામાં 40 ટકાનો ઉચ્ચ ઉછાળો.
ગેલેક્સી Z Fold6, Z Flip6 સેમસંગની નોઈડા ફેક્ટરી ખાતે ઉત્પાદન કરાયા છે
ગુરુગ્રામ, ભારત, 24 જુલાઈ, 2024 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે તેના સિક્સ્થ જનરેશન ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ ગેલેક્સી Z Fold6 અને ગેલેક્સી Z Flip6 માટે વિક્રમી પ્રી-ઓર્ડર્સ મેળવ્યા હોવાની ઘોષણા કરી છે. પ્રથમ 24 કલાકમાં ગેલેક્સી Z Fold6 અને Z Flip6 માટે પ્રી-ઓર્ડર્સમાં ગત જનરેશનના ફોલ્ડેબલ્સની તુલનામાં 40 ટકા ઉછાળો આવ્યો છે, જે નવી Z સિરીઝને ભારતમાં સૌથી સફળ બનાવે છે.
ગેલેક્સી Z Fold6 અને Z Flip6 માટે પ્રી-ઓર્ડર્સ ભારતમાં 10 જુલાઈના રજ ખૂલ્યા હતા, જે પછી દુનિયાના બાકીના ભાગમાં ખૂલ્યા હતા. નવા સ્માર્ટફોન્સ સાથે તાજેતરમાં રજૂ કરવામાં આવેલાં ડિવાઈસીસ ગેલેક્સી વોચ અલ્ટ્રા, ગેલેક્સી વોચ 7, ગેલેક્સી બડ્સ 3 અને ગેલેક્સી બડ્સ 3 ભારતમાં 24મી જુલાઈ, 2024થી વેચાણ માં મુકાશે.
“અમારા નવા ફોલ્ડેબલ્સ ગેલેક્સી Z Fold6 અને Z Flip6 માટે ભારતમાં ગ્રાહકોએ જે રીતે પ્રતિસાદ આપ્યો તેની અમને બેહદ ખુશી છે. નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ માટે પ્રી-ઓર્ડર્સમાં 1.4x વૃદ્ધિ દર્શાવે છે કે ભારતીય ગ્રાહકો નવી ટેકનોલોજી સૌથી ઝડપથી અપનાવનારમાં સ્થાન ધરાવે છે. અમારા નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ હવે તેમની સિક્સ્થ જનરેશનમાં હોઈ ગેલેક્સી Alનો નવો અધ્યાય ખોલ્યો છે અને સંદેશવ્યવહાર, ઉત્પાદકતા અને ક્રિયાત્મકતામાં શ્રેણીબદ્ધ અજોડ મોબાઈલ અનુભવો અભિમુખ બનાવતાં નવી ઊંચાઈ સર કરશે. ગેલેક્સી Z Fold6 અને Z Flip6ની સફળતા અમને ભારતમાં અમારી પ્રીમિયમ સેગમેન્ટ લીડરશિપ દ્રઢ બનાવવામાં મદદરૂપ થશે,” એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજુ પુલ્લને જણાવ્યું હતું.
ભારતીય ગ્રાહકો માટે ગેલેક્સી Z Fold6 અને Z Flip6 સેમસંગની નોઈડા ફેક્ટરીમાં ઉત્પાદન કરવામાં આવી રહ્યા છે. નવા ફોલ્ડેબલ્સ આજ સુધીની સૌથી સ્લિમ અને હલકી ગેલેક્સી Z સિરીઝ ડિવાઈસીસ છે અને સીધી કોર સાથે ઉત્તમ સિમેટ્રિકલ ડિઝાઈન સાથે આવે છે. ગેલેક્સી Z સિરીઝ બહેતર આર્મર એલ્યુમિનિયમ અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2થી પણ સમૃદ્ધ છે, જે તેને આજ સુધીની સૌથી ટકાઉ ગેલેક્સી Z સિરીઝ બનાવે છે.
ગેલેક્સી Z Fold6 અને Z Flip6 ગેલેક્સી માટે સ્નેપડ્રેગન® 8 Gen 3 મોબાઈલ પ્લેટફોર્મથી સમૃદ્ધ છે, જે આજ સુધીનું સૌથી આધુનિક સ્નેપડ્રેગન મોબાઈલ પ્રોસેસર છે, જે કક્ષામાં ઉત્તમ CPU, GPU, અને NPU પરફોર્મન્સને જોડે છે. પ્રોસેસર AI પ્રોસેસિંગ માટે ઓપ્ટિમાઈઝ્ડ છે અને સુધારિત એકંદર કામગીરી સાથે બહેતર ગ્રાફિક્સ ઓફર કરે છે.
ગેલેક્સી Z Fold6 શ્રેણીબદ્ધ AI-પાવર્ડ ફીચર્સ અને ટૂલ્સ ધરાવે છે, જેમાં નોટ આસિસ્ટ, કમ્પોઝર, સ્કેચ ટુ ઈમેજ, ઈન્ટરપ્રેટર, ફોટો આસિસ્ટ અને ઈન્સ્ટન્ટ સ્લો-મોનો સમાવેશ થાય છે, જે લાર્જ સ્ક્રીનને મહત્તમ બનાવે છે અને તમારી ઉત્પાદકતાને નોંધપાત્ર રીતે વધારે છે.
ગેલેક્સી Z Fold6 હવે લાંબા ગેમિંગ સત્રો માટે 1.6x લાર્જર વેપર ચેમ્બર સાથે આવે છે અને રે ટ્રેસિંગ તેના 7.6 ઈંચ સ્ક્રીન પર લાઈફ-લાઈક ગ્રાફિક્સને સપોર્ટ કરે છે, જે વધુ રોમાંચક ગેમિંગ પ્રદાન કરવા માટે 2600 નિટ સુધી વધુ બ્રાઈટ ડિસ્પ્લે ઓફર કરે છે.
ગેલેક્સી Z Flip6 હવે નવા કસ્ટમાઈઝેશન અને ક્રિયેટિવિટી ફીચર્સ પણ ધરાવે છે, જેથી તમે દરેક અવસરને મહત્તમ બનાવી શકો છો. 3.4-આ ઈંચ સુપર AMOLED ફ્લેક્સવિંડો સાથે તમે ડિવાઈસ ખોલ્યા વિના AI-આસિસ્ટેડ ફંકશન્સનો ઉપયોગ કરી શકો છો. તમે સૂચિત જવાબો સાથેનાં ટેક્સ્ટ્સ પર આધાર રાખી શકો છો, જે તૈયાર પ્રતિસાદ સૂચવવા માટે તમારા છેલ્લામાં છેલ્લા મેસેજીસનું વિશ્લેષણ કરે છે.
ફ્લેક્સકેમ હવે સબ્જેક્ટને ડિટેક્ટ કરીને અને કોઈ પણ જરૂરી સમાયોજન કરવા પૂર્વે અંદર અને બહાર ઝૂમિંગ કરીને તમારા શોટ માટે ઉત્તમ ફ્રેમિંગ કમ્પોઝ કરવા નવા ઓટો ઝૂમ સાથે આવે છે. નવાં 50MP વાઈડ અને 12MP અલ્ટ્રા-વાઈડ સેન્સર્સ પિક્ચર્સમાં સ્પષ્ટ અને બારીકાઈભરી વિગતો સાથે અપગ્રેડેડ કેમેરા અનુભવ પૂરા પાડે છે. નવા 50MP સેન્સર નોઈઝ-ફ્રી ફોટોઝ માટે 2x ઓપ્ટિકલ ઝૂમને સપોર્ટ કરે છે, જ્યારે 10x ઝૂમ સુધી આધુનિક શૂટિંગ અનુભવ માટે AI ઝૂમ ઓફર કરે છે. ગેલેક્સી Z Flip6 હવે પહેલી વાર બહેતર બેટરી આયુષ્ય સાથે આવે છે અને વેપર ચેમ્બર ધરાવે છે.
સેમસંગનું ગેલેક્સી ડિફેન્સ ગ્રેડ, મલ્ટી-લેયર સિક્યુરિટી પ્લેટફોર્મ સેમસંગ નોક્સ મહત્ત્વપૂર્ણ માહિતીનું રક્ષણ કરવા અને એન્ડ-ટુ-એન્ડ હાર્ડવેરની નિર્બળતઓ સામે રક્ષણ, અસલ સમયમાં ખતરાની શોધ અને મજબૂત રક્ષણ કરવા નિર્માણ કરાયું છે, જે ગેલેક્સી Z Fold6 અને Z Flip6ને સંરક્ષિત બનાવે છે.
કિંમત અને ઉપલબ્ધતા
ગેલેક્સી Z Fold6 INR 164999 (12GB+256GB)થી શરૂ થાય છે, જ્યારે ગેલેક્સી Z Flip6 INR 109999 (12GB+256GB)માં ઉપલબ્ધ થશે.
ગેલેક્સ Z Fold6 અને Z Flip6 ઉપરાંત સેમસંગે AI-ઈન્ફ્યુઝ્ડ ગેલેક્સી ઈકોસિસ્ટમ પ્રોડક્ટ્સ પણ રજૂ કરી છે, જેમાં ગેલેક્સી અલ્ટ્રા વોચ, ગેલેક્સી વોચ 7 અને ગેલેક્સી બડ્સ 3 સિરીઝ પણ ભારતમાં 10 જુલાઈથી પ્રી-ઓર્ડર માટે મુકાઈ છે.
ગેલેક્સી વોચ 7 INR 29999થી શરૂ થાય છે અને ગેલેક્સી વોચ અલ્ટ્રાની કિંમત 59999 રખાઈ . સેમસંગના નવા ગેલેક્સી બડ્સ 3ની કિંમત INR 14999 રખાઈ છે, જ્યારે ગેલેક્સી બડ્સ 3 પ્રોની કિંમત INR 19999 રખાઈ છે.
ગેલેક્સી Z Fold6 અને Z Flip6 પ્રી-ઓર્ડર કરાવનારા ગ્રાહકોને 9 મહિનાના નો-કોસ્ટ બેન્ક ઈએમઆઈ સાથે એચડીએફસી બેન્ક કાર્ડસ પર INR 8000નું કેશબેક પ્રાપ્ત થશે અથવા 9 મહિના સુધી નો- કોસ્ટ ઈએમઆઈ સાથે INR 8000નું અપગ્રેડ બોનસ પ્રાપ્ત થશે. મોજૂદ સેમસંગ ફ્લેગશિપ સ્માર્ટફોનના ગ્રાહકો INR 15000નું અપગ્રેડ બોનસ પ્રાપ્ત કરવાનું અપનાવી શકે છે.
ગેલેક્સી Z Fold6 અને Z Flip6 પ્રી-ઓર્ડર કરનારા બધા ગ્રાહકોને ગેલેક્સી Z એશ્યોરન્સ મળશે, જેમાં તેમને ફક્ત INR 999માં ઉદ્યોગમાં પ્રથમ બે સ્ક્રીન / પાર્ટસ રિપ્લેસમેન્ટ મળશે. ઉપરાંત ગેલેક્સી Z Fold6 અને Z Flip6ના ગ્રાહકોને નવા રજૂ કરાયેલા ગેલેક્સી વોચ અલ્ટ્રા, ગેલેક્સી વોચ 7 અને ગેલેક્સી બડ્સ 3 સિરીઝ પર 35% સુધી છૂટ મળી શકે છે.
ગેલેક્સી વોચ 7 પ્રી-ઓર્ડર કરનારા ગ્રાહકોને INR 8000 મૂલ્યનું મલ્ટી-બેન્ક કેશબેસ મળશે અથવા INR 8000 મૂલ્યનું અપગ્રેડ બોનસ મળશે, જ્યારે ગેલેક્સી વોચ અલ્ટ્રા પ્રી-ઓર્ડર કરનારા ગ્રાહકોને INR 10000 મૂલ્યનું મલ્ટી- બેન્ક કેશબેક અથવા INR 10000 મૂલ્યનું અપગ્રેડ બોનસ મળશે. બડ્સ 3 પ્રી-ઓર્ડર કરાવનારા ગ્રાહકોને INR 4000 મૂલ્યનું મલ્ટી બેન્ક કેશબેક અથવા INR 4000 મૂલ્યનું અપગ્રેડ બોનસ પ્રાપ્ત થશે. બડ્સ 3 પ્રો પ્રી-ઓર્ડર કરાવનારા ગ્રાહકોને INR 5000 મૂલ્યનું મલ્ટી-બેન્ક કેશબેક અથવા INR 5000 મૂલ્યનું અપગ્રેડ બોનસ પ્રાપ્ત થશે.
About Samsung Electronics Co., Ltd.
Samsung inspires the world and shapes the future with transformative ideas and technologies. The company is redefining the world of TVs, smartphones, wearable devices, tablets, digital appliances, network systems and memory, system LSI, foundry and LED solutions. For latest news on Samsung India, please visit Samsung India Newsroom at http://news.samsung.com/in. For Hindi, log on to Samsung Newsroom Bharat at https://news.samsung.com/bharat. You can also follow us on Twitter @SamsungNewsIN