સુરત આરએમએસ ખાતે બેગવાહક ઇલેક્ટ્રોનિક ટ્રોલીનું આજરોજ ઉદ્ઘાટન કરાયુ
ચીફ પોસ્ટમાસ્તર જનરલ ,ગુજરાત પોસ્ટલ સર્કલ, અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ મેનેજર સુરત આરએમએસ દ્વારા સુરત આરએમએસ ખાતે બેગવાહક ઇલેક્ટ્રોનિક ટ્રોલી બનાવાવમાં આવી જેનું આજ રોજ દિનાંક ૩૦-૦૩-૨૦૨૩ ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું . સુરત આરએમએસ સુરત રેલવે સ્ટેશન ના બેઝમેન્ટ માં કાર્યરત છે જેમાં પોસ્ટલ આરએમએસ ના કર્મચારીઓ દ્વારા મેન્યુઅલ ટ્રોલી દ્વારા ટપાલબેગ નું એક જગ્યાએ થી બીજી જગ્યા એ સ્થાનાંતર કરવામાં આવે છે. આ કાર્ય ભારે શારીરિક શ્રમ નું છે જેના કારણે કર્મચારીઓ ની કાર્યક્ષમતા પર અસર પડતી હતી.ઈ-ટ્રોલી શરુ કરવાનો મુખ્ય ઉદ્દેશ પોસ્ટલ કર્મચારીઓ ને આ કપરા કાર્યમાંથી છુટકારો અપાવી તેઓની કાર્યક્ષમતા વધારી અન્ય ખાતાકીય સેવાલક્ષી કાર્યોમાં ઉપયોગ માં લેવાનો છે. ઈ-ટ્રોલી બેટરી સંચાલિત છે અને લગભગ ૩૦૦ કિલોગ્રામ સુધીની પોસ્ટલ બેગ સરળતાથી સ્થાનાંતરિત થયી શકે છે.હાલ માં આટલી ભારે વજનની પૉસ્ટલબેગ પ્લેટફોર્મ પર એક થી બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરવા ૧ થી ૬ ટ્રોલી નો ઉપયોગ થાય છે. પરંતુ આ કાર્ય માટે પ્રારંભિક ધોરણે ૧ ઈ-ટ્રોલી સુરત આરએમએસ ને ફાળવવામાં આવેલ છે જે વધુ કાર્યક્ષમ છે. ઈ-ટ્રોલી ની શરૂઆત થવાથી કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે,મેન્યુઅલ ઇન્ટરવેનશન ઓછું થશે અને ખાતા દ્વારા વધુ ઝડપથી બેગ નું સ્થાનાન્તરણ પણ શક્ય થશે જેથી ગ્રાહકોને ઓછા સમય માં વધુ સારી સુવિધા મળી શકશે. ઈ-ટ્રોલી નું ઉદ્દઘાટન શ્રી શિશિરકુમાર, પ્રવર અધિક્ષક ડાકઘર, સુરત અને શ્રી એમ એમ શેખ, ઇન્ચાર્જ એસઆરએમ વડોદરા દ્વારા કરવામાં આવ્યું.