ડભોઇ રામનવમીની પંથકમાં ભવ્ય ઉજવણી
ડભોઇ રામનવમીની પંથકમાં ભવ્ય ઉજવણી
સમગ્ર ભારત આજે રામલ્લલા મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ડભોઇ પંથક ના રામજી મંદિરો મા પણ ભક્તિ ભાવ પૂર્વક વિવિધ ધાર્મિક કાર્યક્રમો વચ્ચે જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી પટેલવાગા ખાતે આવેલ રામજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. આજે રામભાગવણ નો જન્મ દિવસ હોય ત્યારે સમગ્ર ભારતપર્વમાં આજે રામજન્મોત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે ડભોઇ પંથકમાં આવેલા 4 જેટલા રામજી મંદિરોમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હીરાભાગોળ રામજી મંદિરે, રામટેકરી રામજી મંદિર, તેમજ પટેલવાગા રામજી મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી મંદિર સંચાલકો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યાં જેમાં વહેલી સવારે અભિષેક, પાદુકા પૂજન, તેમજ જન્મસમયે મહાઆરતી નૂ આયોજન કરવામાં આવ્યું પટેલ વાગા રામજી મંદિરે વહેલી સવાર થી ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો સંધ્યા સમયે પણ મહાઆરતી અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું ડભોઇ પંથકમાં રામજી મંદિરોમાં ભક્તિ ભાવ પૂર્વક રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી.