બરકલા મુકામે ગોપાષ્ટમી મહોત્સવની શાનદાર ઉજવણી કરાઇ
![](https://gujjureporter.com/wp-content/uploads/2024/11/IMG-20241109-WA0002-780x470.jpg)
બરકલા મુકામે ગોપાષ્ટમી મહોત્સવની શાનદાર ઉજવણી કરાઇ
શિનોર તાલુકાના બરકાલ મુકામે આવેલા શ્રી લીલા ગૌધામ ના પ્રેરણામૂર્તિ ભારતીશ્રીજીના દિવ્ય સાનિધ્યમાં ગોપાષ્ટમી મહોત્સવ ની ઉજવણી સાથે મહાન સંતો અને અન્નદાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું, જેમાં શ્રી સમસ્ત પાટીદાર સમાજ વડોદરા પણ સક્રિય રીતે સામેલ થયો હતો.
આજરોજ તારીખ 9 નવેમ્બર 2024 ને શનિવાર કારતક સુદ 8 એટલે ગોપાષ્ટમી ના શુભ દિવસે શ્રી લીલા ગૌધામ બરકાલ મુકામે પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજીના દિવ્ય સાનિધ્યમાં સવારના 09:00 વાગ્યાથી સતત 12:30 કલાક સુધી ગોપાષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવ્યો .જેમાં આ ક્ષેત્રના તમામ મહાન સંતો નું આગમન તથા શ્રી સમસ્ત પાટીદાર સમાજ વડોદરા ના અગ્રણીઓનું આગમન અને શિનોર તાલુકા સહિત આજુબાજુના ગામોના ગૌ પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તે સૌ દ્વારા ગૌમાતાનું વિધિપૂર્વક આરતી તથા ભોજન ખવડાવી પૂજન કરવામાં આવ્યું હતું. આખી ગૌશાળા ને સુંદર અને સુશોભિત રંગોળી દ્વારા શણગારવામાં આવી હતી તથા દરેક ગાયોનું વિધિપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શણગારેલ વિશાળ સમિયાણામાં હાજર તમામ સંતો- મહંતોનું વિધિ વિધાન સાથે સન્માન કરવામાં આવ્યું હતું, સાથોસાથ જગતના તાત એવા અન્નદાતાઓનું પણ પ્રેરણા મૂર્તિ ભારતી શ્રીજીના આશીર્વાદ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. તે વખતે આખો શમિયાણો ગુંજી ઉઠ્યો હતો અને ત્યારબાદ ભારતી શ્રીજી દ્વારા ગૌ માતાનો મહિમા દ્રષ્ટાંત સાથે ભાવવિભોર થઈ વર્ણવતાં લોકોની આંખોમાં આંસુ લાવી દીધા હતા. સમાપન પ્રસંગે ગૌમાતા કી જય, પ્રેરણા મૂર્તિ શ્રીજી કી જય, અને સનાતન ધર્મ કી જય થી આખું વાતાવરણ ગજવી ઉઠ્યુ હતું, અને સૌએ મળી સ્નેહ ભોજન ની પ્રસાદી માણી હતી.
આ પ્રસંગે સંસ્થા દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ તથા દવાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું.
બ્લોક… શ્રી લીલા ગૌધામ દ્વારા તારીખ 10 નવેમ્બર 2024 રવિવારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સમોટ ગામે વાલ્મિકી કુમાર છાત્રાલય મુકામે દરિદ્ર નારાયણોમાં ભોજન પ્રસાદી ,કપડા ,કાંબલ અને અન્ય જીવન ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવનાર છે. તારીખ 1 નવેમ્બર દિવાળીના દિવસે પણ બરકાલ આશ્રમ માં ભવ્ય દિવાળી મહા ભંડારો રાખેલ હતો.