ભુજ મુન્દ્રા હાઈવે રોડ પર ભારાપર અને સુપાશ્વરનાથ પશુચિકિત્સાલય
ભુજ મુન્દ્રા હાઈવે રોડ પર ભારાપર અને સુપાશ્વરનાથ પશુચિકિત્સાલય કરૂણાધામ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો સિમેન્ટ ભરેલી ટીસી ટ્રેલર ટ્રક પલ્ટી કઈક ગૌધનોના મૃત્યુ અને કઈક ઘાયલ થયા.
ભુજ મુન્દ્રા હાઈવે રોડ પર આવેલા સુપાશ્વરનાથ જૈન સેવા મંડળ સંચાલિત પશુચિકિત્સાલય કરૂણાધામ નજદીકમાં એક ટુ વ્હીલર અને ભારે માલપરીવહન TC ટ્રેલર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો એમાં TC ટ્રેલર ટ્રક સિમેન્ટ ભરેલ પલ્ટી ખાઈ ગઈ અને કઈક ગૌધનોના મૃત્યુ અને કઈક ગૌધનો ઘાયલ થયા આમાં ઘાયલ ગૌધનોની સારવાર અર્થે તાત્કાલીક અસરથી ઈમર્જન્સીમાં સુપાશ્વરનાથ જૈન સેવા મંડળ સંચાલિત પશુચિકિત્સાલય કરૂણાધામના ડૉક્ટરો સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી સારવારમાં લાગ્યા હતાં તથા અન્યોને પશુચિકિત્સાલય કરૂણાધામ પહોંચાડવામાં આવેલ વધુ સારવાર માટે આ ઘટના તા. ૧૮/૦૪ /૨૦૨૩ મંગળવારના રોજ બપોરના એકાદ વાગ્યાના અરસામાં બની છે.