ધર્મ દર્શન

શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા – સુરતમાં ફૂલોથી કલાત્મક રીતે હિંડોળા સજાવવામાં આવ્યા

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા – સુરતમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી હિંડોળા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એક મહિનો સુધી ચાલનારા આ ઉત્સવમાં કલાત્મક રીતે વિવિધ વસ્તુઓથી હિંડોળાને શણગારવામાં આવશે. ફૂલોના શણગારથી હિંડોળા ઉત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે. પૂજનીય સંતોની પ્રેરણાથી સૌ ભાવિક ભક્તો આ અવસરે તન, મન, ધનથી સેવા કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button