ક્રાઇમ

દેશમાંથી છેલ્લા કેટલા સમયથી બાળકો અને મહિલાઓ ગુમ થવાના બનાવો વધી ગયા છે

દેશમાંથી છેલ્લા કેટલા સમયથી બાળકો અને મહિલાઓ ગુમ થવાના બનાવો વધી ગયા છે

આપના દેશમાં છેલ્લા કેટલા વરસોથી મહિલાઓ છોકરીઓ અને છોકરાઓ ગુમ થવાના બનાવો ચિંતાજનક રીતે વધી ગયા છે.આની પર આપણે. બહુ ધ્યાન આપતાં નથી પણ આ બહુ ગંભીર બાબત છે.
૨૦૧૯ થી ૨૦૨૧ વચ્ચેના સમયગાળા દરમિયાન દેશમાં ૧૩ લાખથી વધુ મહિલાઓ દીકરીઓ ગુમ થઇ છે. આ આંકડો પોલીસ સ્ટેશનમા જે ફરિયાદ કરવામાં આવી છે. એ છે બીજા પોલીસ સ્ટેશનમા નહી નોંધયેલા કેસો સેંકડો છે.કેટલાક પરિવાર પોલીસ સ્ટેશનના પગથિયાં ચડતા ડરે છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલય મારફત સંસદમાં રજુ કરવામાં આવેલા આંકડા અનુસાર ૨૦૧૯ થી ૨૦૨૧ વચ્ચે ૧૮ વરસની વધુ ઉંમરની ૧૦,૬૧,૬૪૮ મહિલાઓ ગુમ થઇ છે.જયારે ૧૮ વરસથી. નાની ઉંમરની ૨ ,૫૧,૪૩૦ દીકરીઓ ગુમ થઇ છે સૌથી વધુ મધ્યપ્રદેશમાંથી ૧,૬૦,૧૮૦ મહિલાઓ દીકરીઓ ગુમ થઇ છે.અને ૩૮,૨૩૪ દીકરીઓ મધ્યપ્રદેશમાંથી ગુમ થઇ છે જ્યારે બંગાળમાંથી ૧,૫૬,૯૦૫ મહિલાઓ અને ૩૬,૬૦૬ દીકરીઓ ગુમ થઇ છે.જયારે મહારાષ્ટ્રમાંથી ૧,૭૮,૪૦૦ મહિલાઓ અને ૧૩,૦૩૩ દીકરીઓ ગુમ થઇ છે ઓરિસ્સા દિલ્હી અને જમ્મુ એન્ડ કાશ્મીરમાંથી પણ સેંકડો મહિલાઓ અને દીકરીઓ ગુમ થઇ છે.એક પણ બાળક ગુમ થવાની એક પણ ફરિયાદ કરવામાં આવી નથી એવા રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ ગોવા લક્ષ્યદ્રિપ અને મિઝોરમનો સમાવેશ થાય છે
દીકરાઓની વાત કરીએ તો એક વરસમાં ૫૮, ૫૪૬ બાળકો દેશમાંથી ગુમ થયા છે અને આપના ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો એક જ વરસમાં ૩૬૭૫ બાળકો ગુમ થયા છે સૌથી વધારે બાળકો બઁગાલમાંથી ૧૩,૫૯૧ બાળકો ગુમ થયા છે
આખા દેશની વાત કરીએ તો રોજ ૧૬૦ બાળકો ગુમ થાય છે આપના ગુજરાત રાજ્યમાંથી દરરોજ ૧૦ બાળકો ગુમ થાય છે
જેના પરિવારમાંથી કોઇ મહિલા કે દીકરી કે દીકરો ગુમ થાય છે એ પરિવાર સીવાય બીજા કોઈને આ તકલીફ મુસીબત સમજમાં આવતી નથી આવા પરિવારનું દર્દ કોઈ સમજી શકતું નથી કોઈને રોજને રોજ કહી શકાતું નથી અંદર ને અંદર દર્દ છુપાવવું પડે છે ચુપકે ચુપકે રડવું પડે છે રિબાવું પડે છે બહુ ખરાબ હાલત થઇ જાય છે
આપણે ત્યાં અપહરણ અને જાતીય સતામણીના કાયદાઓ હજુ કડક બનાવવાની ખાસ જરૂર છે ગુમ થયેલા દીકરા દીકરીઓ કે મહિલાઓને શોધવા વિશેષ પોલીસ ટીમ બનવી જોઈએ જે થોડા સમયમાં તપાસ કરી રિપોર્ટ આપે કાયદા કાનૂનનો થોડો ડર પણ બહુ જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button