ધર્મ દર્શન

સુરતમાં ક્યાં ક્યાં પ્રકારની વિવિધ મૂર્તિઓ આ વખતે દર્શન થઈ શકે છે?

સુરતમાં ક્યાં ક્યાં પ્રકારની વિવિધ મૂર્તિઓ આ વખતે દર્શન થઈ શકે છે?

સુરતમાં તમે ગણેશ ભક્ત ભરતભાઈ ઉપાધ્યાયના ઘરની મુલાકાત લો તો તમને ભરતભાઈનું ઘર એક બે નહી ૬૫૦ મૂર્તિઓથી સુશોભીત દેખાશે.

ભરતભાઈ પાસે હીરા પન્ના માણેક કાપડ તાંબુ પિત્તળ સહિતની વિવિધ ધાતુઓની કુલ ૨.૬૬ ટન વજનની મૂર્તિઓ છે ૪૦ વરસથી ભરતભાઈ મૂર્તિઓનો સગ્રહ કરે છે

ભરતભાઈના સંગ્રહમા ૫૩ સ્વરૂપની મૂર્તિઓ છે જેમાં સઁગીત વગાડતી ૧૨ મૂર્તિઓનો આખો સેટ છે.પિત્તળની ૩૭ કિલો વજનની વજનદાર મૂર્તિ પણ છે તો સૌથી ઓછા વજનની અર્ધો ગ્રામની મોતીની ગણેશજીની મૂર્તિ પણ છે

જમણી સૂંઢની ૧૩૨ અને ડાબી સૂંઢની ૨૭૨ મૂર્તિઓ છે તથા સીધી સૂંઢની ૨૬ મૂર્તિઓ પણ છે

ભરતભાઈ પાસે નીલમ પન્ના માણેક પોંખરાજ મોતીની ૧૭ મૂર્તિઓ છે જુદા જુદા ધાતુઓમાં પિત્તળ અમેરિકન ડાયમંડ અકીક એક્રેલિક કાળો આરસ છીપ કોટનના કપડાંની હળદર હાથીદાંત પંચ ધાતુ ગુલાબી પથ્થર મગ ચોખા અને ચણાની દાળની શ્રીજીની મૂર્તિઓ છે

ભેસ્તાનમા વિનાયક ગ્રુપ દ્વારા ૨૫ કિલો ઘઉંના લોટમાંથી શ્રીજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે અંદર ૪૦૦ કિલો સૂકા ઘાસથી આકાર આપ્યા પછી ઘઉંના લોટનું કોટિંગ કરવામાં આવ્યું છે ચોખા અને જવના ફોતરાંથી ડેકોરેશન કરવામાં આવ્યું છે

ગુરુકુળ સીમાડાગામ પર ચન્દ્રયાન થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે તો મહિધરપુરાની નાગર શેરીમાં બાળકોના આનંદ માટે રેલગાડીની સફર કરાવવામા આવે છે.

પરવત પાટિયા પાસે આવેલી એથીકલ સ્કૂલના ડાયરેક્ટર જયેશભાઈ નકુમ અને ટ્રસ્ટી રોહિતભાઈ જીંજાળાએ સ્કૂલના સ્ટાફ સાથે મળીને માટી અને ગીર ગાયના છાણમાંથી ૧-૧ફૂટની ૧૧૧૧ ગણેશજીની મૂર્તિ બનાવીને લોકોને મૂર્તિઓ વહેચી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button