ગુજરાત

ડીંડોલી પોલીસ સ્ટેશનનો બાઇક ચોરીનો ગુનો ડિટેક્ટ કરી એક  આરોપીને બાઇક સાથે ઝડપી પાડ્યો

ડીંડોલી પોલીસ સ્ટેશનનો બાઇક ચોરીનો ગુનો ડિટેક્ટ કરી એક  આરોપીને બાઇક સાથે ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ 
 બનાવની ટૂંક હકીકત:-
ગઈ તા.૧૬/૬/૨૦૨૩ ની રાત્રીના સમયે ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચેતનનગર સોસાયટીમાં રહેતા ફરિયાદી અનિલ માંગીલાલ બગાડાએ પોતાના ઘર પાસે તેની હિરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક નં. GJ-05 SN 5071 જેની કિંમત રૂપિયા 25000/- ની રાત્રીના સમયે પાર્ક કરેલી છે, જે બાઈક કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયેલ, જે બનાવ બાબતે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 379 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ.
કરેલ કામગીરીની વિગત:-  
પોલીસ કમિશ્નર સા.શ્રી, સુરત શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સા.શ્રી સેકટર-૧ તથા ના.પો.કમિ.સા.શ્રી ઝોન-૨ તથા શ્રી જે.ટી. સોનારા સાહેબ, ACP “ડી” ડીવિઝન સુરત શહેર નાઓએ મિલકત સંબંધી ગુનાઓ તેમજ બાઈક ચોરીના ગુનાઓ શોધી કાઢી તેમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપેલ, જે અંતર્ગત પો.ઇન્સ. શ્રી આર.જે.ચુડાસમા તથા સેકન્ડ પો.ઈન્સ. શ્રી એસ.એમ. પઠાણ, ડીંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI હરપાલસિંહ મસાણી  સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન  HC જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ, HC રાજદીપસિંહ નરેન્દ્રસિંહ, તથા PC બ્રિજરાજસિંહ ભરતસિંહ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ઉપરોક્ત ગુનામાં બાઈક ચોરી કરનાર આરોપી મહેન્દ્ર ઉર્ફે ભૈયા s/o ઉમેશભાઈ કોળી ઉ.23, રહે- નવાગામ ડીંડોલી વાળાને ચોરીની હિરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક નં. GJ-05 SN 5071 જેની કિંમત રૂપિયા 25000/- ની સાથે CR પાટીલ બ્રિજ નીચેથી ઝડપી પાડી ડીંડોલી પોલીસ સ્ટેશન નો બાઇક ચોરીનો ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
ડિટેક્ટ કરેલ ગુના:-
(૧) ડીંડોલી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-A11210047231492/2023
IPC કલમ 379 મુજબ
પકડાયેલ આરોપીનું નામ સરનામું:-
મહેન્દ્ર ઉર્ફે ભૈયા s/o ઉમેશભાઈ કોળી ઉ.23, રહે- પ્લોટ નંબર 284 યોગેશ્વરનગર, નવાગામ ડીંડોલી સુરત તથા
મૂળ વતન ગામ-સારંગખેડા, તાલુકો-શાહદા, જિલ્લો-નંદુરબાર (મહારાષ્ટ્ર)
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-
(૧) પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.જે‌. ચુડાસમા
(૨) સેકન્ડ પોલીસ ઈન્સ. શ્રી એસ.એમ.પઠાણ
(૩) PSI હરપાલસિંહ મસાણી
(૪) HC જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ
(૫) HC રાજદીપસિંહ નરેન્દ્રસિંહ
(૬) PC બ્રિજરાજસિંહ ભરતસિંહ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button