ડીંડોલી પોલીસ સ્ટેશનનો બાઇક ચોરીનો ગુનો ડિટેક્ટ કરી એક આરોપીને બાઇક સાથે ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ
ડીંડોલી પોલીસ સ્ટેશનનો બાઇક ચોરીનો ગુનો ડિટેક્ટ કરી એક આરોપીને બાઇક સાથે ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ
બનાવની ટૂંક હકીકત:-
ગઈ તા.૬/૫/૨૦૨૩ ની રાત્રીના સમયે ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉમિયાનગર સોસાયટીમાં રહેતા ફરિયાદી નરેન્દ્ર રાજારામ ગુપ્તાએ પોતાના ઘર પાસે તેની હિરોહોન્ડા પેશન પ્રો. બાઈક નં. GJ-05 MR 3413 જેની કિંમત રૂપિયા ૭૨,૦૦૦/- ની રાત્રીના સમયે પાર્ક કરેલી છે, જે બાઈક કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયેલ, જે બનાવ બાબતે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 379 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ.
કરેલ કામગીરીની વિગત:-
પોલીસ કમિશ્નર સા.શ્રી, સુરત શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સા.શ્રી સેકટર-૧ તથા ના.પો.કમિ.સા.શ્રી ઝોન-૨ તથા શ્રી જે.ટી. સોનારા સાહેબ, ACP “ડી” ડીવિઝન સુરત શહેર નાઓએ મિલકત સંબંધી ગુનાઓ તેમજ બાઈક ચોરીના ગુનાઓ શોધી કાઢી તેમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપેલ, જે અંતર્ગત પો.ઇન્સ. શ્રી આર.જે.ચુડાસમા તથા સેકન્ડ પો.ઈન્સ. શ્રી એસ.એમ. પઠાણ, ડીંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI હરપાલસિંહ મસાણી સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન PC નિકુલદાન ચેનદાન તથા HC રમેશભાઈ મનુભાઈને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે આશરે દોઢેક માસ પૂર્વે મોડી રાત્રીનાં સમયે નવાગામ ડીંડોલીમાં આવેલ ઉમિયાનગરમાં ફરિયાદીના ઘર પાસે પાર્ક કરેલ એક બાઈક ચોરી કરનાર આરોપી વિશાલ ઉર્ફે પવન s/o સુનિલ પાટીલને ચોરીની હિરોહોન્ડા પેશન પ્રો. બાઈક નં. GJ-05 MR 3413 જેની કિંમત રૂપિયા ૭૨,૦૦૦/- ની સાથે ઝડપી પાડી ડીંડોલી પોલીસ સ્ટેશન નો બાઇક ચોરીનો ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
ડિટેક્ટ કરેલ ગુના:-
(૧) ડીંડોલી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-A11210047231140/2023
IPC કલમ 379 મુજબ
આરોપીનો ગુનાહિત ઈતિહાસ:-
(૧) ડીંડોલી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં. 63 /2017
IPC કલમ 307120B 143 144 વિ. મુજબ
(૨) ડીંડોલી પોલીસ સ્ટેશન પાર્ટ B 902/2022 જુગાર ધારા કલમ 12 મુજબ
પકડાયેલ આરોપીનું નામ સરનામું:-
(૧) વિશાલ ઉર્ફે પવન s/o સુનિલ પાટીલ ઉવ.24, રહે- પ્લોટ નં.15 ઉમિયા નગર નવાગામ ડીંડોલી સુરત તથા
મૂળ વતન ગામ-આહવાના, તાલુકો-ધરનગાવ , જિલ્લો-જલગાવ (મહારાષ્ટ્ર)
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
(૧) પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.જે. ચુડાસમા
(૨) સેકન્ડ પોલીસ ઈન્સ. શ્રી એસ.એમ.પઠાણ
(૩) PSI હરપાલસિંહ મસાણી
(૪) HC કિરીટ હરિભાઈ
(૫) PC નિકુલદાન ચેનદાન
(૬) HC રમેશભાઈ મનુભાઈ