જીલ્લા LCB પોલીસે ચોરીના મોબાઈલ ફોનો સાથે ૨ આરોપીઓને ઝડપી પાડ્યા.
– ચોરીના ૬ મોબાઈલ ફોન સાથે ૧.૬૩ લાખનો કુલ મુદ્દામાલ કબજે કરી ૪ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો.
બારડોલી.
સુરત જીલ્લા LCB પોલીસે ચોરીના મોબાઈલ ફોનો સાથે ૨ ઈસમોને ઝડપી પાડ્યા હતા. ચોરીના ૬ નંગ મોબાઈલ સાથે ૧.૬૩ લાખનો કુલ મુદ્દામાલ કબજે કરી ૨ આરોપીઓની અટક કરવામાં આવી છે. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
સુરત જિલ્લા LCB પોલીસના પી.એસ.આઈ ભમ્મરસિંહ સારંગજી તથા અરવિંદભાઈ બુધિયાભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપી તોસીફ અમીન મન્સુર રહે કામરેજ જેને મોટરસાઈકલ નંબર GJ-05-NK-7269 ઉપર અલગ અલગ ચોરીના ૫ મોબાઈલ સાથે ઝડપી પાડેલ તેમજ અન્ય એક બાતમી આધારે ઓલપાડ વિસ્તારમાંથી નારાયણ સંતોષ પાત્રો નાઓને એક ચોરીના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી ૪ અલગ અલગ જીલ્લાના મોબાઈલ ચોરીના ગુનાઓ ઉકેલી કાઢ્યા હતા. પોલીસે ૨ મોબાઈલ ચોરોની અટક કરી નઝીર વલી દિવાનને વોન્ટેડ જાહેર કરી ચોરીના ૬ મોબાઈલ તેમજ ૧ મોટરસાઈકલ મળી ૧૦,૬૩૦૦/- નો કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
0000