ક્રાઇમ

અઠવા નાનપુરા વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતાં મેડીકલ સ્ટોર ઉપર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સુરત શહેર એસ.ઓ.જી.પોલીસ

અઠવા નાનપુરા વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતાં મેડીકલ સ્ટોર ઉપર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સુરત શહેર એસ.ઓ.જી.પોલીસ

પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેર નાઓએ સુરત શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે સુરત શહેર પોલીસ નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહેલ છે. વધુમાં માનનીય પોલીસ કમિશ્નર સા.શ્રીને ધ્યાને આવેલ કે, સુરત શહેર વિસ્તારમાં ચાલતાં કેટલાક મેડીકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપ કોડીન તથા ટેબ્લેટ ટ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકાના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સીરપનુ સેવન કરીને નશાખોરીના રવાડે ચઢેલ હોય જેથી આવા મેડીકલ સ્ટોર શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાર્યવાહી સુચના આપેલ તે સુચના અનુસાર અધિક પોલીસ કમિશ્નર શ્રી કાઈમ, નાયબ પો.કમિ. શ્રી રાજદિપસિંહ નકુમ એસ.ઓ.જી. નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.

ઉપરોક્ત સુચના અન્વયે એસ.ઓ.જી.. PI એ.પી.ચૌધરી નાઓએ સુરત શહેર વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ/સીરપ વેચાણ કરતા હોય તેવા મેડીકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવા માટે એસ.ઓ.જી..ની અલગ-અલગ ટીમો બનાવામાં આવેલ HC સામતસિંહ નારસિક તથા HC યોગેશભાઇ કંસારાભાઇ નાઓને અઠવા નાનપુરા વિસ્તારમાં એક મેડીકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડૉકટરશ્રીના પ્રિસ્કીપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળેલ હતી.

જે અંતર્ગત એસ.ઓ.જી.ના અધિકારી/ માણસો તથા ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટર શ્રી ડૉ.અનંત ચૌધરી નાઓને સાથે રાખીને દુકાન નં- ૦૩ ખંડેરાવપુરા નાનપુરા નાવડી સર્કલ પાસે અઠવા સુરત ખાતે આવેલ શ્રી ગણેશ મેડીકલ સ્ટોર્સ” નામના મેડીકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડીકલ સ્ટોરના સંચાલકશ્રી સુમિત મગનભાઈ ચોપડા ઉ.વ.૨૯ ધંધો-મેડીકલ વેપાર રહે. સાઈનાથ સોસાયટી કાપોદ્રા ચાર રસ્તા પાસે સુરત. વાળા કોઇ પણ જાતના ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુક્ત દવા(ડ્રગ્સ) નું વેચાણ પોતાના મેડીકલ સ્ટોર ઉપરથી કરેલ, જેથી ઉપરોક્ત ટીમ દ્વારા તેના મેડીકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી રેઇડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી CODEINE PHOSPHATE શિપ નંગ-૦૯ જેની કિ.રૂ.૧,૩૫૦/- ની મત્તાની મળી આવેલ છે. ઉપરોક્ત મેડીકલ સ્ટોર માંથી મળી આવેલ અને પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી સીરપ તથા ટેબ્લેટના જથ્થા બાબતે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરેલ છે. તેમજ તેઓની તપાસ દરમ્યાન ગેરકાયદેસર જણાઈ આવ્યેથી મેડીકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button