રાજસ્થાન રાજ્યની કુખ્યાત “મેઘવાલ” ગેંગના ઘરફોડ ચોરીના ગુનામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.
રાજસ્થાન રાજ્યની કુખ્યાત “મેઘવાલ” ગેંગના ઘરફોડ ચોરીના ગુનામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.
આગામી સમયમાં યોજનાર લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪મા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અનુસંધાને મહે. પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓએ અન્ય રાજ્યોમા ગુનાઓ આચરી સુરત શહેરમાં આશરો લઈ છુપાઇને રહેતા ગુનેગારોને શોધી કાઢવા આપેલ સુચના અનુસાર અધિક પોલીસ કમિશ્નર શ્રી ક્રાઈમ, નાયબ પોલીસ કમિશ્નર શ્રી રાજદિપસિંહ નકુમ એસ.ઓ.જી..નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી., દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.
ઉપરોક્ત સુચના અનુસાર એસ.ઓ.જી.ના PI એ.પી.ચૌધરી નાઓએ લોકસભા સામાન્ય ચુંટણીને ધ્યાને રાખી એસ.ઓ.જીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી શહેર વિસ્તારમા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ હતુ આ દરમ્યાન એસ.ઓ.જીના ASI જલુભાઈ મગનભાઈ તથા HC રામજીભાઇ મોહનભાઇ નાઓને મળેલ બાતમી આધારે વરાછા વિસ્તારમાંથી આરોપી- શ્રવણ ઉર્ફે લક્ષ્મણ સફેદારામ મેઘવાલ રહે. ફ્લેટ નં-૩૦૮ હરીઓમ એપાર્ટમેન્ટ પટેલનગર ગૌશાળા સર્કલ પાસે વરાછા સુરત મુળરહે. પહાડપુરા પો.જશવંતપુર જી.ઝાલોર રાજસ્થાન વાળાને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
મજકુર ઈસમને પકડીને આગળની કાર્યવાહી સારૂ રાજસ્થાન પોલીસને સોંપવા તજવીજ કરેલ છે.