સ્પોર્ટ્સ

૨૯મી નેશનલ માસ્ટર ટેબલ-ટેનિસમાં ગુજરાતનો દબદબો

૨૯મી નેશનલ માસ્ટર ટેબલ-ટેનિસમાં ગુજરાતનો દબદબો
સુરતના નજમી કીનખાબવાલાએ ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ મેળવી ઈતિહાસ રચ્યો

છેલ્લા પાંચ વર્ષમાં ૨૬ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલ જીત્યા

સુરત : હાલમાં પંજાબના જલંધર મુકામે ૨૪થી ૩૦ એપ્રિલ દરમિયાન રમાયેલ ૨૯મી રાષ્ટ્રીય માસ્ટર ટેબલ-ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાતના ખેલાડી ભાઈ-બહેનોએ સુંદર દેખાવ કર્યો હતો. સમગ્ર ભારતમાંથી લગભગ ૧૧૦૦થી વધુ ખેલાડી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ૪૦ વર્ષથી ૮૦ વર્ષ સુધીના ખેલાડી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. ૫૦+ કેટેગરીમાં સુરતના મલય ઠક્કરે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને સોનલ જાષીએ પણ ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યું હતું. ૬૦+ પરાગ શાહે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. નેહા પટેલ, હિરલ મહેતા, રસીક દવે, અશોક બ્રહ્મભટ્ટ, ઇન્દ્રેશ પુરોહિત, સરોજ ગોયલ, વાઘેલા, રાઠોડ, અનિલ વગેરે ખેલાડી ભાઈ-બહેનોએ મેડલ મેળવ્યો હતો. ગૌરવ દોશી, સીનદર જામની રમત આકર્ષક રહી હતી.
ગુજરાતના ઇન્દ્રેશ પુરોહિતે સીંગલ્સ-ડબલ્સ અને ટીમ વિભાગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સુરતના નજમી કીનખાબવાલા (ટેબલ ટેનિસ કોચ) ૭૫+ કેટેગરીમાં ત્રણે ફાઈનલમાં આવી ડબલ્સમાં ગોલ્ડ- ટીમ વિભાગમાં ગોલ્ડ અને સિંગલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યા હતા.
નજમી કીનખાબવાલાએ પોતાની સુંદર રમત રમી પોતાની રમતથી બધાને મુગ્ધ કરી દીધા હતા. નજમીએ ગજબની સ્ફૂર્તિ બતાવી હતી. નજમી કીનખાબવાલાએ પાછલા પાંચ વર્ષમાં રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીયકક્ષાએ અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ અત્યાર સુધીમાં ૨૬ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલ મેળવી ઈતિહાસ રચી ચૂક્યા છે. સમગ્ર રમત-ગમત લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. ગુજરાત વેટરન્સ ટેબલ-ટેનિસ કમિટીએ પણ સૌને અભિનંદન પાઠવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button