ધર્મ દર્શન

હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ઘલુડીધામના શ્રી અક્ષયપ્રસાદજી સ્વામી દ્વારા હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી

હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ઘલુડીધામના શ્રી અક્ષયપ્રસાદજી સ્વામી દ્વારા હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. કળશ યાત્રા, નગર યાત્રા, અન્નકુટ દર્શન, આરતી, સર્વ બિરાજીત દેવોનુ પૂજન તથા અભિષેક, દેવોનો શણગાર તથા આરતી, શ્રી હનુમંત યજ્ઞ અને રક્તદાન સહિતનુ આયોજન કરાયુ હતું.

23 એપ્રિલ મંગળવારના રોજ હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી. ત્યારે ઘલુડીધામ ખાતે પણ ઉજવણી કરાઈ હતી. ભગવાન શ્રીહરિની અદભુત આજ્ઞાને અનુસરીને ઘલુડીધામ સ્વામી શ્રી અક્ષયપ્રસાદ તેમજ પરમ પૂજ્ય વંદનીય 1008 વડતાલ ધામના પીઠાધિપતિ શ્રી લક્ષ્મીનારાયણદેવ સંસ્થાના આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા 108 લાલજી મહારાજ નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અનુમતીથી પધરેલા પંચદેવોને ચૈત્ર સુદ પૂનમને મંગળવારના પવિત્ર દિવસે 15 વર્ષ પૂર્ણ થાય છે. ચતુર્વિધ પુરૂષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષને મનુષ્ય જીવનમાં સુપ્રસ્થાપીત કરનાર આ દિવ્ય દેવોનો મહાઅભિષેક, અન્નકુટ તથા યજ્ઞના દર્શનનો લાભ લેવા ભક્તો ઉમટ્યા હતાં. તો સર્વે કષ્ટોનુ નિવારણ કરવાવાળા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ તથા નવગ્રહોની પીડાને હરવાવાળા શ્રી નવગ્રહ પીડાહરન હનુમાનજી મહારાજનો આ પવિત્ર દિવસે હનુમાન જન્મોત્સવ હોય આવા મંગળમય પર્વ નિમિત્તે દિવ્ય દેવોના દર્શન, પૂજનનો લાભ લેવા ભક્તો પધાર્યા હતાં. તો ભાવિક ભક્તોને જણાવાયુ હતુ કે વેદ શાસ્ત્રાનુમતે યજ્ઞ યાગાદીનું અનેરૂ મહત્વ બતાવ્યું છે તેમાંય શ્રી હનુમંત મહાયજ્ઞ એટલે આધી વ્યાધી અને ઉપાધી ત્રીવિધ તાપોના શમન દમન માટે સુખ શાંતી અને સમૃધ્ધી અર્થે થનારો પરમ કલ્યાણકારી યજ્ઞ જેમાં રોગ દોષ ગ્રહપીડા આદી પરયંત્ર પરતંત્ર પર વિધ્યા છેદીને અનંત દુઃખ દરીદ્રતાને આહુત કરી સ્વમંત્ર સ્વયંત્ર સ્વવિધ્યા પ્રકટ કરવાની તક મળે છે. ઘલુડીધામના આંગણે કળશ યાત્રા, નગર યાત્રા, અન્નકુટ દર્શન તથા આરતી, સર્વ બિરાજીત દેવોનુ પુજન તથા અભિષેક, દેવોનો શણગાર તથા આરતી અને શ્રી હનુમંત યજ્ઞ બાદ આશિર્વચન સભા યોજાઈ હતી. તો સાથે રક્તદાન શિબિરનુ પણ આયોજન કરાયુ હતું. અને અંતે મહાપ્રસાદ યોજાયો હતો. જેનો ભક્તોએ લ્હાવો લીધો હતો.આ કાર્યક્રમમાં રાજકીય મહાનું ભાવોમાં શિક્ષણ મંત્રી પ્રફુલ ભાઈ પાંસેરિય કરંજ વિધાન સભા ના ધારાસભ્ય પ્રવીણ ભાઈ ઘોઘારી…પૂર્વે મેયર હેમાલી બેન બોઘાવાલા…મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી…24 સુરત લોકસભાના બિન હરીફ થયેલ સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ..વિરોધ પક્ષના નેતા પાયલ બેન સાકરીયા…વોડ નં 15 ના કોર્પોરેટર ધર્મેશભાઈ ભાલાળા વોર્ડ નં 15 કોર્પોરેટર.. રૂપાબેન પંડ્યા… ખોડધામ સમિતિના કનવિનર ધાર્મિક માલવ્યા.. ધલુડી ગામના સરપંચ ધર્મેશ પટેલ જેવા અનેક રાજકીય મહાનુભાવો જોડાયા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button