સુરતમાં એક કાકાએ રોંગ સાઇડમાં એક્ટિવા દોડાવી ભલભલાને અચંબામાં મૂક્યા; સામેથી આવતા લોકોના જીવ અધ્ધર; વીડિયો વાઇરલ
આજકાલ લોકોને કાયદાનું ભાન જ ના હોય એવી રીતે વાહન હંકારતા હોય છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવું તો ઠીક, પરંતુ રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી અન્યના જીવ પણ જોખમમાં મુકે છે. એવો જ એક કિસ્સો સુરત જિલ્લામાં બનવા પામ્યો છે. સુરતમાં છેલ્લા ચાર દિવસમાં રોંગ સાઈડમાં વાહન હંકારવાનો બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાહન ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરી બ્રિજ ઉપર ખોટી દિશામાં વાહન હંકારતા દેખાઈ રહ્યા છે. તમે વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકો છો કે, એક એક્ટિવા ચાલક રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે જતો નજરે પડે છે. સામેથી આવતા લોકો પણ આ જોઈને હેરાન છે કે, આ કાકાને એટલી તો શું ઉતાવળ?. જોકે કોઈ વાનહ ચાલકે જ આ એક્ટિવા ચાલકનો વીડિયો બનાવીને વાઈરલ કર્યો છે. તો ટ્રાફિક વિભાગ ક્યારે એક્શન લેશે એતો હવે જોવું રહ્યું
સુરતમાં એક કાકાએ રોંગ સાઇડમાં એક્ટિવા દોડાવી ભલભલાને અચંબામાં મૂક્યા; સામેથી આવતા લોકોના જીવ અધ્ધર; વીડિયો વાઇરલ