IPL માં આજે પહેલું ડબલ હેડર
IPL માં આજે પહેલું ડબલ હેડર
પંજાબ સામે કોલકત્તા, લખનૌ સામે દિલ્હીની ટક્કર
આઈપીએલ ટૂર્નામેન્ટ શરૂ થયાના બીજા જ દિવસે મતલબ કે આજે ડબલ હેડર એટલે કે એક જ દિવસમાં બે મુકાબલા રમાશે. બપોરે 3:30 વાગ્યે શિખર ધવનની પંજાબ કિંગ્સનો મુકાબલો નીતિશ રાણાની કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે તો સાંજે 7:30 વાગ્યે રાહુલની લખનૌ જાયન્ટસની ટક્કર વોર્નરની દિલ્હી કેપિટલ્સ સામે થશે. પંજાબ-કોલકત્તાની મેચ મોહાલી તો લખના-દિલ્હી વચ્ચેનો જંગ લખનૌમાં થશે.
કોલકત્તા નાઈટ રાઈડર્સ અત્યાર સુધીમાં બે ખીતાબ જીતી ચૂકી છે તો 15માંથી સાત સીઝનમાં તેણે પ્લેઑફમાં એન્ટ્રી મેળવી છે અને ત્રણ વખત ફાઈનલ રમ્યો છે.
આવી જ રીતે સાંજે 7:30 વાગ્યાથી લખનૌ-દિલ્હી વચ્ચે ટક્કર થશે જે રસપ્રદ બની રહેવાની શક્યતા છે. ભારતીય ટીમના વાઈસ કેપ્ટનની જવાબદારીમાંથી મુક્ત કરાયા બાદ લોકેશ રાહુલ હવે ખુદને સાબિત કરવા માટે આતૂર છે જેના માટે આઈપીએલનું પ્લેટફોર્મ અત્યંત મહત્ત્વનું બની જશે. આવી જ રીતે દિલ્હીની ટીમ પંતની ગેરહાજરીમાં મેદાને ઉતરી રહી હોવાથી તેની ખોટ તો જરૂર સાલશે પરંતુ વોર્નર સહિતના ખેલાડીઓ જરા પણ કાચું કપાવા દેશે નહીં.