ધર્મ દર્શન

વિસર્જન વખતે શ્રીજીની પ્રતિમાની કાળજી લેવી ખુબ જરૂરી છે.

વિસર્જન વખતે શ્રીજીની પ્રતિમાની કાળજી લેવી ખુબ જરૂરી છે

આ વખતે સુરતમાં નાની ગૌરી ગણપતિની પાંચ હજાર કરતા વધુ પ્રતિમાની સ્થાપના થઇ હતી રંગેચંગે હજારો નહી બલ્કે લાખો રૂપિયાના ખર્ચે નાની મોટી મળી ૭૦૦૦૦ હજાર કરતા વધારે પ્રતિમાઓની સ્થાપના થઇ છે

હવે વિસર્જનના દિવસે ખુબ કાળજી રાખવાની છે.

હમણાં શ્રીજીની સ્થાપના પછી ઠેકઠેકાણેથી શ્રીજીની પ્રતિમાઓ રસ્તા પર રખડતી મળી આવી છે પ્રતિમાઓ વેચનાર પ્રતિમાઓ વેચી રૂપિયા લઇ ઉપડી ગયા છે નહી વેચાયેલી એક બે નહી ૮૦ મૂર્તિઓ રસ્તા પરથી મળી આવી છે સુરતના કતારગામ અમરોલી વરાછા મીની હીરાબજાર સહરાદરવાજા ઉધના દરવાજા બોમ્બે માર્કેટ રોડ વિગેરે જગ્યાના ફૂટપાથ પરથી ૮૦ જેટલી મૂર્તિઓ મળી આવતા શહેરના લક્ષ્મી ડાયમંડ ગજેરા ટ્રસ્ટે કતારગામ લંકા વિજય હનુમાન ઓવારા નજીક કૃત્રિમ તળાવમાં આ પ્રતિમાઓ વિસર્જિત કરી હતી

શ્રીજીની પાંચ દિવસની ભક્તિ કર્યા પછી મનપા દ્વારા જે કુત્રિમ તળાવ બનાવવાના આવ્યા છે તેમાં વિવિધ કુત્રિમ તળાવમાં શ્રીજીની વિસર્જન કરવાનું હોય છે

મનપા દ્વારા આ વરસે ખાસ અપીલ કરવામાં આવી હતી કે કેનાલમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં નહી આવે તેમ છતાં લોકો દ્વારા કેનાલમાં શ્રીજીની પ્રતિમા રઝળતી હાલતમાં નાખી દેતા લોકોની ધાર્મિક લાગણી દુભાય છે.પોલીસ અને કલેકટરની વચ્ચે સંકલન મિટિંગનો અભાવ હોવાને કારણે આ પ્રશ્નો ઉભા થવાની વાત ગણેશ ઉત્સવ સમિતિએ કરી છે આ સાથે સાથે ગણેશ ઉત્સવ સમિતિએ કેનાલમાં ગણેશ વિસર્જન કરનારા સામે પોલીસ કેસ કરવાની પણ માંગણી કરી છે.

કેનાલમા ગણેશ વિસર્જન કરેલી પ્રતિમા મળી આવ્યા બાદ ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કિટવાલા સ્થળ પર પહોંચ્યા હતા અને કહ્યું હતું કે જો પોલીસ અને કલેકટર તંત્ર  દ્વારા બરાબર કામગીરી કરવામાં આવે તો ગણેશજીની પ્રતિમાઓની આવી દુર્દશા થાય નહી તેમજ કેનાલ પર પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવો જોઈએ એવી માંગ કરી છે.

આપણે ભક્તિ કરવી છે કે દેખાડો કરવો છે? આપણે ગણપતિના દર્શને જઈએ છીએ કે મોટા મોટા ભવ્ય અને આલીશાન મંડપો ડેકોરેશન અને ઝગારા મારતી લાઇટિંગ જોવા જઈએ છીએ આપણે દર્શન કરવા કરતા પ્રસાદમા વધુ રસ હોય છે આપણે મૂર્તિના દર્શન કરતા મૂર્તિની ઉંચાઈમાં વધુ રસ હોય છે વિસર્જન વખતે શ્રીજીને બદલે આપનું ધ્યાન ડી.જે.અને લોકો પર વધુ હોય છે ઘણી વખતે એવું કેમ લાગે છે કે ગણેશજીની પ્રતિમા કરતા ડી.જે.ને વધુ મહત્વ અપાઈ રહ્યુ છે

શ્રીજીની ૭૦૦૦૦ હજાર કરતા વધુ પ્રતિમાઓનું શાંતિથી વિધિવિધાન પૂર્વક વિસર્જન થાય એ ખુબ જ જરૂરી છે.

બોલો ગણપતિ બાપ્પા મોરિયા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button