૧૯ જુન-વર્લ્ડ સિકલસેલ ડે
૧૯ જુન-વર્લ્ડ સિકલસેલ ડે
*સિકલ સેલ ટ્રેઇડ અને ડિઝીઝનું નિદાન માટે દર્દીઓએ લોહીની સ્પેસિયલ તપાસ દ્વારા નિદાન શક્ય બની શકે છે*
————–
*} મેલેરિયાએ સિકલ સેલ ડીઝીઝના દર્દીને વધારે નુકશાન કર્તા છે*
*}:- અચાનક દુઃખાવો એવા સમયે પેરાસીટામોલ-કોડીન કીટ રોલ-ડાચલોફનાક જેવી દવાઓનો એક પૂર્ણ કોઝ દર્દી પાસે હમેશા ઉપલબ્ધ રહેવો જરૂરી :- સિકલ સેલ એક્સપર્ટ ડો.જ્યોતિષ પટેલ*
*સુરત:રવિવાર:-* સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા (United Nations General Assembly) ૨૦૦૮માં ‘વિશ્વ સિકલ સેલ દિવસ’ની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી. સામાન્ય લોકોમાં આ વિશે જાગૃતિ ફેલાય એ માટે ૨૦૦૯માં ૧૯ જૂનના રોજ પહેલી વાર આ દિવસની ઉજવણી કરવામાં આવી. સિકલ સેલના પ્રકાર સિકલ સેલ ટ્રેઈટ આવી વ્યક્તિ રોગના વાહક તરીકે કામ કરે છે.
સિકલ સેલએ લોહીની વારસાગત ખામી છે. સિકલ સેલની ખામી જન્મથી જ હોય છે. સિકલ સેલના બે પ્રકાર છે. (૧) સિકલ સેલ ટ્રેઇટ(પ0 ટકા)=વાહક, (૨) સિકલ સેલ ડીઝીઝ(૧૦૦ ટકા)=ડીઝીઝ સિકલ સેલની ખામી રંગસૂત્રોમાં આવેલ જનીનોની ખામી છે અને તે ગર્ભ રહે તે સમયે નક્કી થઇ ચૂકી હોય છે. જેમાં કોઈ પણ વધારો કે ઘટાડો શક્ય નથી. સિક્સ સેલની ખામીને જડમૂળથી કાઢી શકાય છે જીનથેરાપી(સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા-હાલ પ્રયોગો થઇ રહ્યા છે.
સિકલ સેલ ટ્રેઇટ (૫૦%) વાહક છે. આ ૫૦% ખામીને લઈને સામાન્ય રીતે અને કઈ પણ તકલીફ થતી નથી એને લગ્ન વિષયક માર્ગદર્શનની જરૂર છે. સિકલ સેલ ટ્રેઇટ (૫૦%) વાળી વ્યક્તિ અન્ય સિકલ સેલ ટ્રેઇટ (૫૦%) વાળી વ્યક્તિ જોડે લગ્ન કરે તો સિકલ સેલ ડીઝીઝ (૧૦૦%) ની ખામી સંતાનમાં ઉતરે અથવા સિકલ સેલ ડીઝીઝ (૧૦૦%) વાળુ સંતાન પ્રાપ્ત ન થાય એ માટે સિકલ સેલ ટ્રેઇટનું નિદાન આવશ્યક છે.સિકલ સેલ ડીસીઝ (૧૦૦%) વાળી વ્યક્તિને સાંધા કે શરીરનો વારંવાર દુઃખાવો થવો, શરીરની ફિક્કાશ, કમળો થવો, વારવાર તાવ આવવો, અચાનક ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કે મૃત્યુ થવું.
સિકલ બીટા યેલેસેમિયા/સિકલ હિમોગ્લોબિન પંજાબ એ ૧૦૦% ટકા ખામી છે, જેમાં માતા કે પિતા એક માંથી સિકલ સેલ અને બીજા માંથી થલેસેમિયા અથવા હિમોગ્લોબિન ડી પંજાબનું જનીન વારસામાં મળે છે.
• ૧૯ જૂન, વિશ્વ સિકલ સેલ દિવસ ૨૦૨૩ અન્વયે ૩૫ વરસથી કાર્યરત સિકલ સેલ એક્સપર્ટ ડો.જ્યોતિષ પટેલ સિકલ સેલ મિશન ૨૦૪૭ કેવી રીતે પાર પાડી શકાય
નિદાન સાથે સારવાર માટેનું યોગ્ય માળખું અનિવાર્યું : ડો. જયોતિષ પટેલ
નિદાનનું મહત્વ તો જ રહે જો સારવારનું યોગ્ય માળખું તૈયાર હોય રોગ ગમે તે હોય પણ પૂર્વતૈયારી વિનાએ પડકાર ઝીલી શકાય એમ નથી. જો ભારત દેશમાં ૮ ટકા આદિવાસી સમાજ હોય અને એટલો જ અન્ય સમાજ જેમાં ઓ.બી.સી અને અનુસૂચિત જનજાતિ સિકલ સેલ થી પ્રભાવિત હોય તો કુલ ૧૬ ટકા વસતિ સિકલ સેલ પરિક્ષણ માટે ટાર્ગેટ કરી શકાય. ર૦૨૧ની ગણતરી મુજબ ૧૪૦ કરોડ વસતિના ૧૬ ટકા એટલે ૨૨.૪ કરોડ એમાંથી ૪૦ વરસથી નાની વયની સંખ્યા ૫૦% એટલે કે ૧૧.૨ કરોડ થાય આટલી મોટી સંખ્યાનું પરીક્ષણ પ્રતિવર્ષ ૧ કરોડ પ્રમાણે કરવામાં આવે તો એમાંથી ૨૦ લાખ સિકલ સેલ ટ્રેઇટ અને ર લાખ સિલ સેલ ડીસીઝ ધરાવતા વ્યક્તિની પરખ થાય. આ બે લાખ દર્દીને પ્રતિદિવસ સારવાર માટે હાયડ્રોક્સીયુરીયા ટેબલેટ અને મોટી ઉમરના ને કેપ્સ્યુલ ની જરૂર પડે. અર્થાત પ્રતિવર્ષ છ કરોડ 30 લાખ ડોઝ જરૂરી બને. એટલી જ માત્રામાં ફોલિક એસીડ ની ટેબલેટ જોઈએ. રોજીંદી સારવાર સંદર્ભે પ્રત્યેક દેશનો પ્રોટોકોલ એની ભૌગોલિક પરિસ્થિતિ અને જે તે પ્રદેશનાં દર્દીના લક્ષણો આધારિત છે.
ભારતે એ પૂર્ણપણે વિકસાવવાની જરૂર છે. દર્દીના આરોગ્ય નો આધાર અને થતા ચેપી અને બિનચેપી રોગો જે તે દેરાની આબોહવા-સ્વછતા-રહેણી કરણી- ખોરાક પીવાનું પાણી જેવા મહત્વનાં પરિબળો પર છે. ભારતની વાત કરીએ તો પશ્ચિમના દેશો માં જે ન્યુમોકોલ ઇન્ફેક્શન જોવા મળે છે એ એ ભારતમાં જવલ્લે જ જોવા મળે છે, જયારે સાલ્મોનેલા ઇન્ફેકશન એટલે કે ટાઇફોઇડ નો ચેપ સવિશેષ જોવા મળે છે. તો ભારત દેરો ટાઇફોઇડ વેકસીન ને પ્રાધાન્ય આપવું એવું જરૂરી લાગે છે. આ ઉપરાંત ભારત દેશમાં મેલેરિયા નુ પ્રમાણ યથાવત છે. મેલેરિયા એ સિકલ સેલ ડીઝીઝના દર્દીને વધારે નુકશાન કર્તા છે. કે જે હીમોગ્લોબીન ઘટાડે છે. અને દર્દીને અવાર નવાર લોહી ચઢાવવાની જરૂર ઉભી થાય છે. માટે જ આવા દર્દીને મેલેરિયાથી રક્ષણ મળી રહે એ માટે મચ્છરદાની નો ઉપયોગ અને દર અઠવાડિયે મેલેરિયા રક્ષક દવાનો ઉપયોગ કરી શકાય. સિકલ સેલ ડીઝીઝ ના દર્દી ની સૌથી મોટી સમસ્યા એ થરીરનો દુખાવો કે જે ગમે ત્યારે અને ગમે તે સ્થળે થાય છે. માટે જ પ્રત્યેક દર્દી પાસે અચાનક દુઃખાવો થાય તો એ માટે દર્દ શામક ટીકડી હોવી જરૂરી છે કે જેનો ઉપયોગ એ તરતજ કરી શકે, પેરાસીટામોલ-કોડીન કીટ રોલ-ડાચલોફનાક જેવી દવાઓનો એક પૂર્ણ કોઝ દર્દી પાસે હમેશા ઉપલબ્ધ રહેવો જરૂરી છે.
ઉપરોક્ત દવાઓ ની સાથે દર્દીને માસિક-દ્ધિમાસિક ત્રિમાસિક ચેકપ કરનારા સિકલ સેલ માટે ટ્રેઈન થયેલા ડોક્ટરો અને નસાં ની જરૂર છે. સિકલ સેલ ડીઝીસના દર્દીને યોગ્ય રીતે ચકાસવો અને સારવાર આપવી એ ખૂબ જરૂરી છે કારણકે સામાન્ય માંદા લાગતા દર્દી અચાનક ગંભીર બને છે જેને તબીબે પારખવું ખુબ જ જરૂરી છે. સિકલ સેલ ડીઝીઝનો બાળમૃત્યુ, યુવા મૃત્યુ, ગર્ભવતી મહિલા મૃત્યુ ઘટાડવું હશે તો નિદાન સાથે જ આવશ્યક સારવાર માટે અલાયદા કેન્દ્રો ટીવી જરૂરી છે. મિશન ૨૪ અંગત પ્રતિવર્ષ આ પ્રકારની સર્વેક્ષણ ને પરિણામે દર્દીની તેમજ વાહકની સંખ્યા વધતી જરી, લોહીનો આ રોગ છે માટે લેબોરેટરી પણ દરેક સ્થળ હોવું જરૂરી છે. લીટીના ટેસ્ટ જેમાં હીમોગ્લોબીન, ટીક્યુલોસાયટ કાઉન્ટ, બાયોકેમેસ્ટ્રી એનાલાયસર, બ્લડ કલ્ચર જેવી સુવિધાઓ સિકલ સેલ ક્રાઈસીસ ના મેનેજમેન્ટ માટે ખુબજ જરૂરી છે. આ ઉપરાંત, એક્ષ-રે ની સુવિધા પણ જરૂરી છે.
સિકલ સેલ ટ્રેઇડ અને ડિઝીઝનું નિદાન કઈ રીતે કરી શકાય
સિકલ સેલ ટ્રેઇડ અને ડિઝીઝનું નિદાન માટે દર્દીઓએ લોહીની સ્પેસિયલ તપાસ દ્વારા નિદાન શક્ય બની શકે છે. ૧. સિકલીંગ ટેસ્ટ: પ્રાથમિક સ્ક્રિનિંગ ટેસ્ટ જેમાં બે પ્રકારના પરિણામ હોય શકે છે એક નેગેટિવ એટલે વ્યક્તિને સિકલ નથી અથવા પોસિટિવ એટલે વ્યક્તિને સિકલ સેલ છે પણ કેટલા ટકા છે એ આ ટેસ્ટ થકી જાણી શકાતું નથી. ૨. હિમોગ્લોબિન ઈલેક્ટ્રોફોરેસીસ કે HPCL : આ ટેસ્ટ થકી વાહક (૫૦%) કે દર્દી (૧૦૦%) ખબર પડે છે પૂર્ણ નિદાન માટે આ ટેસ્ટ અનિવાર્ય છે.
સિકલ સેલની ડિઝીઝની સારવાર અને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું ?
ફોલિક એસીડ વિટામિનની ગોળી કાયમ માટે લેવી. Hydroxyurea (હયડ્રોક્સીયુરિયા) ટેબ્લેટ ર૦૦/૫૦૦ મી.ગ્રા ડોક્ટરની સલાહ મુજબ નિયમિત રીતે લેવી. એક વાર શરુ કરેલ આ દવા નિયમિત લેવાની રહેશે. જાતે બંધ કરવી નહિ. સિકલ સેલ એક્સપર્ટ સલાહ આપે તો જ એમાં જરૂરી ફેરફાર કરવો. મેલેરિયાથી બચવા દર અઠવાડીયે કલોરોકવીનની દવા લેવી. આઈરોનની ગોળી કદી નહિ. (ગર્ભવતી બહેનો માટે પૂરતા ડોઝમાં આર્યન આપવું આવશ્યક છે.) પાણી દરરોજ ૧૦ થી ૧૫ ગ્લાસ પીવું. . વધારે પરિશ્રમ થાય એવી રમત કે કામ કરવાં નહિ. તાપમાં વધારે ફરવું નહિ. દર્દીઓએ દર ત્રણ મહિને એક વખત ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. દુઃખાવા માટે Parcetamol – Brufen – Diclofenac – Ketorol Codine જેવી દવાનો ઉપયોગ કરી શકાય છે. સાથે સિકલ સેલ સારવારની જાણકારી ઘરાવતા ડોક્ટર પાસે તપાસ કરાવી યોગ્ય માર્ગદર્શન મેળવવું.
સિકલ સેલની ખામી સાથે વ્યક્તિ સમગ્ર જીવન જીવે છે. ઉંમર વધવાની સાથે કેટલાક રોગલક્ષી ફેરફારો રાક્ય છે. ઉંમર આધારિત ફેરફારો તપાસ દ્વારા જાણવા જરૂરી છે. હીમોગ્લોબીનનું પ્રમાણ પણ ૩ માસે જાણવું જરૂરી છે. એથી વિશેષ દર ૩ માર્ચ દર્દીને તપાસવાથી અને માર્ગદર્શન આપવાથી દર્દી વધારે નિયમિતતાથી સારવાર કરે છે. જેમ ડાયાબિટીસની પોતાનું બ્લડસુગર દર ત્રણ માસે ચેક કરાવે છે એમ સિકલ સેલના દર્દીએ દર ત્રણ માસે હીમોગ્લોબીનનો ટેસ્ટ કરાવવો જરૂરી છે.