ઘરફોડ ચોરીના બે આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડતી ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમ
ઘરફોડ ચોરીના બે આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડતી ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમ
સુરત : ડીંડોલીના ઉમિયા નગર સોસાયટીમાં રહેતા ફરિયાદી પ્રેમીલાબેન દીપકભાઈ જાધવ ગઈ તારીખ ૬ જૂનની રાત્રે પોતાના નીચેના મકાનમાં તાળું મારી સહ પરિવાર સાથે મકાનના ધાબા ઉપર સુવા માટે ગયેલ હતા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમોએ તેમના મકાનનું તાળું ખોલી સોના તથા ચાંદીના દાગીના, રોકડા રૂપિયા ૩૫,૦૦૦ તથા બે મોબાઈલ ફોન મળી કુલ્લે રૂપિયા ૩,૨૩,૫૦૦ ની મત્તાના મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયેલ, જે બનાવ બાબતે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવેલ
મિલકત સંબંધી ગુનાઓ તેમજ રાત્રિના સમયે થતી ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢી તેમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપેલ, જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે.ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ. પઠાણ નાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ હરપાલસિંહ મસાણી સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે સી.આર.પાટીલ રોડ ઉપર વાહન ચેકીંગ કરતા હતા તે દરમિયાન હે.કો. મિલિંદ તુકારામ, પો.કો. કુલદીપસિંહ હેમુભા નાઓને સંયુક્ત રીતે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ડીંડોલી સુમુખ સર્કલ તરફથી સી.આર.પાટીલ રોડ ત્રણ રસ્તા તરફ જતા બે ઇસમો સંદીપ અંબાલાલ જાધવ ઉવ.૩૨, રહે- પ્લોટ નં.૪૦૮ ચેતનનગર નવાગામ ડીંડોલી,
રતન ઉર્ફે નાગેન્દ્ર કેશુભાઈ ગોસ્વામી ઉ.૩૦, રહે-પ્લોટ નંબર ૧૩ બીલીયાનગર-૦૨ નવાગામ ડીંડોલી ને ચોરી કરેલ સોના-ચાંદીના દાગીના, મોબાઈલ-૨, રોકડા રૂપિયા ૩૫૦૦ સહિત ૩,૧૪,૬૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ડીંડોલી પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.