સુરત શહેર ભાજપ દ્વારા વેપારી તથા પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન લા મેરેડિયન હોટલ ખાતે યોજાયું
સુરત શહેર ભાજપ દ્વારા વેપારી તથા પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન લા મેરેડિયન હોટલ ખાતે યોજાયું
આદરણીય ગુજરાત પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલ તથા કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોષ દ્વારા ઉપરોક્ત સંમેલનને સંબોધન કર્યું
દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજીની સરકારના શુસાશનના નવ વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગર દ્વારા નવસારી તથા સુરત લોકસભા વિસ્તાર ના વેપારી તથા પ્રબુદ્ધ નાગરિકો નું સંમેલન લા મેરેડિયન હોટલ ખાતે યોજવામાં આવ્યું હતું .
સ્વાગત પ્રવચન કરતા શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ દ્વારા સહુનું સ્વાગત તથા અભિવાદન કર્યું હતું
ત્યારબાદ કેન્દ્ર સરકારમાં રેલ તથા કપડા રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ દ્વારા આ સંમેલનને સંબોધતા મોદીજીના વળ પણ હેઠળની ૯ વર્ષની કેન્દ્ર સરકારના તેમના મંત્રાલય દ્વારા કરાયેલા કામો તથા ભવિષ્યમાં થનારા કાર્યની વિસ્તૃત જાણકારી આપી હતી જેમાં બુલેટ ટ્રેન વંદે ભારત ટ્રેનો વધુ શહેરોમાં મેટ્રો ટ્રેનો મલ્ટી મોડલ હબ અંતર્ગત વિશ્વ કક્ષાના રેલવે સ્ટેશન નું નિર્માણ,PLI સ્કીમ તથા ટ્રીપલ એન્જિનની સરકાર F ૫ ની એનર્જી ઉપર કાર્ય કરી રહી છે.
પ્રજાના કરેલા કાર્યોને પ્રધાનમંત્રી શ્રી લોકો સુધી લઈ જાય છે સરકારની કામગીરીમાં આપ સૌ આફતને અવસરમાં બદલવામાં મહત્વનો ફાળો આપી રહ્યા છો તે બદલ ઉપસ્થિત સહુ વેપારી તથા પ્રબુધ્ધ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આદરણીય ગુજરાત પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબે સંમેલનને સંબોધિત કરતા મોદી સરકારના નવ વર્ષ દરમ્યાન પ્રાપ્ત કરેલી ઉપલબ્ધીઓ , સર્વ સમાજ અને છેવાડાના માનવીઓ માટે બનાવેલી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ તથા આ નવ વર્ષ દરમ્યાન ભારત દેશને વિશ્વગુરુ બનાવવા જે કદમ લેવામાં આવ્યા છે તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી .
સાથે તેમણે આદરણીય પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેવી રીતે આતંકવાદનો ખાત્મો કરવામાં આવ્યો છે અને પાડોશી દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપવામાં આવે છે તેનો ઉલ્લેખ કર્યો હતો . સર્જીકલ સ્ટ્રાઈક , એર સ્ટ્રાઈક અને કેપ્ટન અભિમન્યુ નો પણ ઉલ્લેખ કર્યો હતો .
વંદે ભારત ટ્રેન , બુલેટ ટ્રેન , દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે , યાત્રાધામનો વિકાસ , એરપોર્ટના નિર્માણ, એઈમ્સ હોસ્પિટલો, વિશ્વવિદ્યાલયો, મેડિકલ કોલેજો, બુદ્ધ સર્કિટ કાશી કોરિડોર મહાકાલ કોરિડોર વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્થાપના કરી આદિવાસી ભાઈઓને ટુરિઝમ થકી રોજગારીની તકો ઊભી કરી.
તેમણે જણાવ્યું કે ૩૭૦ મી કલમ દુર કરવામાં આવી અને જે કહેતા હતા આ કલમને હાથ લગાડશો તો લોહીની નદીઓ વહેશે ત્યાં એક પણ ટીપું લોહી ના વહયું , ટ્રિપલ તલાકનો કાયદો રદ કરી મુસ્લિમ માતા અને બહેનોને રાહત આપવાનું કામ થયું .
તેમણે ભવ્ય રામમંદિરના નિર્માણનો ખાસ ઉલ્લેખ કરતા જણાવ્યું કે જે લોકો કહેતા હતા કે ભાજપ હંમેશા કહે છે મંદિર વહી બનાયેંગે પર તારીખ નહીં બતાયેંગે , તેમને કહેજો કે ૨૦૨૪ માં ભવ્ય રામમંદિરના દર્શન કરવા તેમની ટીકીટ આજે જ બુક કરાવી લે .
આજના આ સંમેલનને સફળ બનાવવા પ્રદેશ પ્રમુખ શ્રીએ સુરતના પ્રબુદ્ધ નાગરિકો અને વ્યાપારીઓ નો આભાર માન્યો હતો.
જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા વાળા મંત્રી શ્રી રઘુભાઈ સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા,સુરત શહેરના પ્રભારી શ્રીમતી શીતલબેન સોની સુરત મહાનગરના પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝમેરા , વિવિધ ધારાસભ્યશ્રીઓ સંગઠન મહામંત્રીશ્રી ઓ તથા વિશાળ સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો તથા વ્યાપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.