સાઘલી કોલેજમાં NSS વિભાગે કેમ્પસ સફાઈ, પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

સાઘલી કોલેજમાં NSS વિભાગે કેમ્પસ સફાઈ, પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
શ્રી કેળવણી મંડળ સંચાલિત એસ.સી.એ. પટેલ આર્ટ્સ કોલેજ સાધલી ખાતે તારીખ 26-09-2026 ને શુક્રવારના રોજ NSS વિભાગ દ્વારા સ્વચ્છતા વિકાસ સપ્તાહ અંતર્ગત કોલેજ કેમ્પસ સફાઈ, પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવી તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણ પર થતી હાનિકારક અસર અંગે સમજણ વિકસાવવાનો હતો. આ અભિયાનમાં કોલેજના NSS ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સમગ્ર કેમ્પસમાં સ્વચ્છતા જાળવવા પ્લાસ્ટિકની થેલીઓ તથા અન્ય પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી અને કેમ્પસને પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે સક્રિય કામગીરી કરી હતી. અને આખા કેમ્પસમાં સફાઈ કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિદ્યાર્થીઓને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને તેના બદલે પર્યાવરણમિત્ર વિકલ્પો અપનાવવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કોલેજના આચાર્ય એ.વી.દવે તેમજ દરેક સ્ટાફ મિત્રોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું અને દરેક વિદ્યાર્થીઓને વૃક્ષોનું જતન કરી તેને પર્યાવરણ જાળવણી માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન કોલેજના NSS વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ વિનય એન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ કોલેજના તમામ સ્ટાફમિત્રોનો સહયોગ અને તેઓના માર્ગદર્શનથી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ અભિયાન દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છ કેમ્પસ સ્વસ્થ પર્યાવરણનો સંદેશ પ્રસર્યો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીએ પોતાના કેમ્પસને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારીની ભાવના વધુ મજબૂત બની હતી.



