સુરત: બાઈક પર આવેલા ત્રણ ઈસમો વૃદ્ધ પાસેથી મોબાઈલ ફોન ઝુટવી થયા ફરાર : સીસીટીવી ફૂટેજ શોશ્યલ મીડિયામાં વાયરલ
સુરત: બાઈક પર આવેલા ત્રણ ઈસમો વૃદ્ધ પાસેથી મોબાઈલ ફોન ઝુટવી થયા ફરાર : સીસીટીવી ફૂટેજ શોશ્યલ મીડિયામાં વાયરલ
સુરતમાં મોબાઈલ સ્નેચીગની વધુ એક ઘટના સામે આવી છે. એક વૃદ્ધ પાસેથી મોબાઈલ ફોન ઝુટવીને બાઈક પર આવેલા ત્રણ ઈસમો ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે તેમજ સીસીટીવી ફૂટેજ શોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે
સુરત શહેરમાં મોબાઈલ સ્નેચરોનો રાહદારીઓને નિશાન બનાવી તેઓના હાથમાંથી મોબાઈલ ફોન ઝુટવીને ધૂમ સ્ટાઇલમાં ફરાર થઇ જાય છે અને આ પ્રકારની ઘટનાઓ પોલીસ ચોપડે પણ નોંધાઈ રહી છે. પોલીસ પણ આવા સ્નેચરોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે પરંતુ તેમ છતાં આવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સામે આવી છે
મળતી માહિતી મુજબ કામરેજના પસોદરા-ખોલવડ વિસ્તારના નામે સીસીટીવી ફૂટેજ શોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ વ્યક્તિ બે ખુરશી પર પગ લાંબા કરીને બેઠા છે આ દરમ્યાન બાઈક પર ત્યાં ત્રણ ઈસમો આવે છે અને ત્રણ પૈકી બે ઈસમો બાઈક પર બેઠા છે અને એક ઇસમ વૃદ્ધ પાસે આવે છે અને બાદમાં વૃદ્ધ પાસે રહેલો મોબાઈલ ફોન ઝૂટવીને પોતાના સાથીઓ સાથે બાઈક પર બેસીને ફરાર થઇ જાય છે. વૃદ્ધ પણ આ સ્નેચરોને પકડવાની કોશિશ કરે છે પરંતુ બાઈક પર આવેલા સ્નેચરો ભાગવામાં સફળ રહે છે.
મહત્વનું છે કે આ પ્રકારની ઘટનાઓ સુરત શહેર અને જિલ્લામાં સતત સામે આવી રહી છે. ત્યારે પોલીસ પણ આવા સ્નેચરોને પકડીને કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.